તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:હવે ભુજથી રતલામની ખાસ ટ્રેન રવાના, 1550 જેટલા મજૂરો, યાત્રાળુઓ વતન પહોંચશે

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાંથી મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓને તેમના વતન પહોંચતા કરવા માટે જિલ્લા મથક ભુજથી ઉત્તરપ્રદેશ માટે બે ટ્રેન બાદ મંગળવારે રાત્રે 10 કલાકે ભુજથી મધ્યપ્રદેશના રતલામ ભણી ટ્રેન રવાના થઇ હતી, જેથી 1550 લોકો હવે માદરે વતન પહોંચશે.
લોકડાઉન ફેઝ-3માં છૂટછાટ સાથે અટવાયેલા લોકોને તેમના વતન પહોંચતા કરવા માટેના પ્રયાસો જારી રહ્યા છે. જિલ્લા મથક ભુજથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને વારાણસી એમ બે ટ્રેન મારફતે લોકોને પહોંચતા કરાયા છે. રેલવેની ગાઇડલાઇન મુજબ મજૂરો, પ્રવાસીઓ, યાત્રાળુઓ, છાત્રોની નિયત સંખ્યા પૂરી થવાથી જે-તે રાજ્યના લોકોને તેમના વતન પહોંચતા કરાય છે. મંગળવારે રાત્રે 10 કલાકે ભુજથી 22 ડબ્બાની ટ્રેન 1550 મજૂરો, યાત્રાળુઓ, છાત્રોને લઇને મધ્યપ્રદેશના રતલામ જવા રવાના થઇ હતી. લોકોને કચ્છના જુદા-જુદા સ્થળોએથી વાહન મારફતે ભુજ લઇ આવવામાં આવ્યા હતા. જયાં દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ, મેડિકલ તપાસણી કરાઇ હતી. કચ્છમાં વધતા જતા કોરોના દર્દીઓને લઇને વર્ષોથી કચ્છમાં રોજીરોજી  માટે આવ્યા બાદ હવે નાછૂટકે વેતન છોડીને વતન જવાની નોબત આવી છે. જિલ્લા વહીવટી તંત્રની જુદી-જુદી ટીમો દ્વારા તમામ લોકો માટે પાણીની સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી.
17મીએ ઝારખંડના લોકો માટે ટ્રેન દોડાવાશે
આગામી તા.17મીએ ઝારખંડના લોકો માટે ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં 1600 પ્રવાસીઓ માટેની સુવિધા છે અને અત્યાર સુધી ઓનલાઇન અરજી મારફતે 1400ની આસપાસ લોકોએ નોંધણી કરાવી છે. વધુમાં હજુ ઓનલાઇન અરજીની પ્રક્રિયા ચાલુમાં હોઇ, આ સંખ્યા વધી શકે છે. ઝારખંડ માટેની ટ્રેન ભુજથી જશે કે, ગાંધીધામથી તે અંગે હજુ કાંઇ નક્કી નથી થયું અને તે અંગે રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવનાર હોવાનું નોડલ અધિકારી ગૌરવ પ્રજાપતિ (નાયબ જિલ્લા વિકાસ અધિકારી)એ જણાવ્યું હતું.
માંડવીથી 250 શ્રમિકો ST બસ મારફતે ભુજ આવ્યા 
માંડવીથી મધ્યપ્રદેશના 250 શ્રમિકોને ભુજ રેલવે સ્ટેશને પહોંચતા કરવા માટે 10 બસની વ્યવસ્થા કરાઇ હતી. માંડવીની કોલેજ ખાતે બસને સેનેટાઇઝ કરાયા બાદ શ્રમિકોની આરોગ્ય તપાસણી કરાઇ હતી. પાલિકા પ્રમુખ મેહુલ શાહ તરફથી તમામને દાડમ, બુંદી, ગાંઠિયા અને પાણીની બોટલ અપાઇ હતી. પારસ સંઘવી અને રોટરેક ક્લબના સહયોગથી ટિફિન, માસ્ક અપાયા હતા. આ તકે મામલતદાર આર.બી. ડાંગી, મેડિકલ ઓફિસર કે.પી. પાસવાન, કાનજીભાઇ શિરોખા, નરેન સોની, દિનેશ હીરાણી સહિતનાઓ સહયોગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો