તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ચોરોનો આતંક:હવે, 36 કવાર્ટરની સામે આર્મીના કોન્ટ્રાકટરના મકાનમાંથી 14 હજારની ઘરવખરીની તસ્કરી

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ત્રીજી ચોરીને અંજામ અપાયો
  • પરીવાર વતન રાજસ્થાન ગયો ને તસ્કરો કળા કરી ગયા

ભુજ શહેરના અરીહંત નગર અને નરસિંહ મહેતા નગરમાં થયેલી ઘરફોડ ચોરીના અારોપીઅોનો હજુ કોઇ અતોપતો નથી ત્યાં પોલીસના 36 કવાર્ટરની સામે રહેતા અાર્મીના કોન્ટ્રાકટરના મકાનમાં ઘરફોડ ચોરી કરી તસ્કરો ઇલેકટ્રીક સામાન ઉઠાવી ગયા હતા. શહેરમાં તસ્કરોઅે અાતંક મચાવ્યો હોય તો સપ્તાહમાં ત્રીજી ચોરીને અંજામ અપાયો છે પણ સ્થાનિક પોલીસને હજુ કોઇ સુરાગ હાથ લાગ્યો નથી.

બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદ મુજબ, અબ્દુલકલીમ અબ્દુલસલામ ચાૈહાણ ( મુળ રહે. રાજસ્થાન) અાર્મી અને અેરફોર્સમાં ઇલેકટ્રીકલ કોન્ટ્રાકટર છે અને અેરપોર્ટ રીંગ રોડ પર લાખા ફળીયામાં 36 કવાર્ટરની સામે રહે છે. 15 જુલાઇના પોતાના ભાઇ સાથે મુળ વતન જોધપુર ગયા હતા અને રવિવારે સવારે પોતાના ઘરે અાવીને જોયું તો દરવાજો તેટલી હાલતમાં દેખાયો હતો.

તસ્કરોઅે અેક ગેસની બોટલ કિંમત 4 હજાર, કલર કરવાનો પંપ કિંમત 1500, રીપેરિંગમાં અાવેલા 13 સીલીંગ પંખા કિંમત 3000, બે અોરપેટ કંપનીના પંખા કિંમત 2500, અેક પાણીની મોટર કિંમત 1 હજાર અને ઘરના વાસણો કિંમત 2 હજાર મળી કુલ 14 હજારની માલમતા ચોરી ગયા હતા.

નોંધનીય છે કે, ગત શુક્રવારે અરીહંત નગરના મકાનમાંથી 7.25 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી જે બનાવમાં પોલીસ હજુ સુધી અારોપીઅો સુધી પહોંચી શકી નથી તો શુક્રવારે નરસિંહ મહેતા નગરમાં રહેતા હવામાન ખાતાના અધિકારીના મકાનમાંથી 8.25 લાખના દાગીનાની ચોરીને અંજામ અપાઇ ગયો હતો.

બંને બનાવમાં અે ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી અને બનાવને અંજામ પણ અેક જ મોડેસ અોપરેન્ડીથી અપાયો છે તેમ છતાંય પોલીસના હાથે હજુ કોઇ સુરાગ લાગ્યો નથી ત્યાં હવે બી ડિવીઝન પોલીસ વિસ્તારમાં પોલીસ કવાર્ટરની સામે જ અાર્મીના કોન્ટ્રાકટરના મકાનમાંથી ચોરી થતા પોલીસ ધંધે લાગી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...