તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:હવે ઓવરલોડ વાહનોને સામખિયાળી ટોલપ્લાઝા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે

સામખિયાળી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે ટોલનાકે વધુ ચાર્જ લેવાનું શરૂ કરાતા ટ્રાફિક જામ
  • વાહન ચાલક પાસેથી કેન્દ્ર સરકારના નિયમ મુજબ જ ચાર્જ વસુલ કરવામાં આવશે

રાજયની તમામ આર.ટી.ઓ. ચેકપોસ્ટ બંધ થવાની સાથે સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો એવી સામખિયાળી આર.ટી.ઓ. ચેકપોસ્ટ પણ બંધ થઇ ગઇ હતી. જો કે, હવે જુદા જુદા ચેકપોઇન્ટ પર ચેકિંગ માટે નીકળતા આર.ટી.ઓ. ઇન્સ્પેકટરો પણ સરકારી તિજોરી ભરવાને બદલે પોતાના ખિસ્સા ભરવામાં રસ દાખવતા હોય છે. પરંતુ, હવે ઓવરલોડ પરિવહન થતા વાહનો પાસેથી ટોલપ્લાઝા પર વધુ ચાર્જ વસુલ કરશે. મંગળવારથી એલ એન્ડ ટી સચાલિત સામખિયાળી ટોલ પ્લાઝા પર કેન્દ્ર સરકારના નિયમ મુજબ ચાર્જ વસુલ કરવાનુ શરૂ કરાયું હતું.

કેન્દ્ર સરકાર તરફથી નિયમ લાદી દેવાતા સામખિયાળી ટોલનાકે મંગળવારથી મર્યાદા કરતા વધુ પરીવહન કરતા ઓવરલોડ વાહનો પાસેથી પેનલ્ટી સાથે ટોલ ચાર્જ વસુલવાનુ શરૂ કર્યું હતું. સામખિયાળી ટોલનાકે દૈનિક 1500થી 2000 જેટલા વાહનો ઓવરલોડ નીકળે છે જેથી ટોલ બુથ પર લગાવાયેલી સિસ્ટમમાં ખબર પડી જાય છે અને વજન મુજબ જ ઓટોમેટીક કેટલા રૂપિયા પેનલ્ટી સમેત ભરવાના થશે તેની ચિઠ્ઠી પણ નીકળી આવે છે.

મંગળવારે પહેલો દિવસો હોવાથી ટ્રક માલિકોએ ઓવરલોડની પેનલ્ટી ચાર્જ ભરવાનો ઇન્કાર કર્યો હતો જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો. નિયમ કેન્દ્ર સરકાર તરફથી બનાવાયો હોવાથી રૂપિયા ભરે જ છુટકો હોઇ હવે ટ્રાન્સપોર્ટરોને ટોલ પ્લાઝા અને આર.ટી.ઓ. બંનેને પેનલ્ટી-દંડ ચૂકવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...