કોરોના ડોકાયો:હવે મુન્દ્રા અને નખત્રાણા પંથકમાં એક-એક કેસ સાથે કોરોના ડોકાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઇડલાઇનનું પાલન ન કરાતાં જોખમી સાબિત થશે
  • કોઇને રજા ન અપાતાં સક્રિય દર્દીનો આંક 15 પર સ્થિર

મુન્દ્રા અને નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક-એક કેસ સાથે લાંબા સમય બાદ કોરોના ફરી ડોકાયો હતો. બીજી બાજુ કોઇ દર્દીને હોસ્પિટલ મુક્ત ન કરાતાં સક્રિય દર્દીનો આંક 15 પર સ્થિર રહ્યો હતો. લોકોને ચેપી વાયરસ સામે સચેત રહેવા આરોગ્ય વિભાગ દ્વારા ફરી એકવાર તાકીદ કરાઇ છે.

મુન્દ્રા તાલુકા મોટી ભુજપુરના વાડી વિસ્તારમાં કામ કરતા અને પંજાબથી આવેલા શ્રમિક તેમજ નખત્રાણા તાલુકાના નાના અંગિયામાં એક પુરૂષને સ્થાનિકે સંક્રમણ થયું હોવાનું તેમના આરટીપીસીઆર રિપોર્ટમાં જણાયું હતું. હાલે 15 દર્દી કોરોનાની સારવાર તળે છે. બીજી બાજુ આગળ ધપેલા રસીકરણ અભિયાનમાં વધુ 27316 લોકોને વેક્સિન મુકવામાં આવી હતી. સૌથી વધારે અબડાસા તાલુકામા 7670 અને સૌથી ઓછા લખપત તાલુકામા 379 લોકોએ કોવિડા સામે રક્ષણ આપતી રસી મુકાવી હતી જેમાં પ્રથમ અને બીજા ડોઝનો સમાવેશ થાય છે.

ભુજ-બળદિયામાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર થયા
ભુજના સંસ્કારનગરમાં લીમડાવાળી શેરીમાં ઘર નં.૧૨/એ, એન્જિનિયરિંગ કોલેજમાં આવેલ ઘર નં.ડી –૧૩થી ડી –૧૬, જાદવજીનગરમાં ઘર નં. ૮/એ તથા ૮/બી, ભુજ તાલુકાના બળદીયા ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલન ઘર નં.૧ને તા. 23/12 સુધી, તેમજ ભુજની ગાયત્રી કોલોનીમાં ઘર નં. ૩૪ તથા ૩૫ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...