તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:...ને હવે માંડવીના ધ્રબુડી દરિયા કિનારા પાસેથી 13 ચરસના પેકેટ મળી આવ્યા

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે હયાત બેટ પાસેથી 19 પેકેટ મળ્યા એવી જ પેકિંગના છે પેકેટ
  • સાગર રક્ષક દળની ટીમને રાત્રે પેકેટ મળતા માંડવી પોલીસ મથકે લઇ આવ્યા

અબડાસા અને લખપતના દરીયાઇ વિસ્તારમાં ચરસના પેકેટ અવાર નવાર કિનારા પરથી મળી આવતા હોય છે, મંગળવારે કોસ્ટગાર્ડ ટીમને વહેલી સવારે પેટ્રોલિંગ વેળાએ જખૌના હયાત બેટ પાસેથી 19 પેકેટ ચરસના મળી અાવ્યા હતા એવી જ ગુલાબી પેકિંગના 13 ચરસના પેકેટ માંડવીના ધ્રબુડી દરિયા કિનારા પાસેથી મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાગર રક્ષક દળની ટીમને બુધવારે રાત્રે પેટ્રોલિંગ વેળાએ જખૌના હયાત બેટ પાસેથી મળી આવેલા ગુલાબી પેકિંગના 19 પેકેટ ચરસના પેકેટ જેવા જ 13 ચરસના પેકેટ માંડવીના ધ્રબુડી દરિયા કિનારા પાસેથી મળી આવ્યા છે. આ અંગે વધુ વિગત જાણવા માંડવી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ આર. સી. ગોહિલનો સંપર્ક કરતા તેમનો ફોન સતત નો રિપ્લાય થયો હતો.

ડીવાયએસપી જે. એન. પંચાલ સાથે વાત કરતા તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, માંડવીના ધ્રબુડી દરિયા કિનારા પાસેથી સાગર રક્ષક દળની ટીમને બુધવારે રાત્રે પેટ્રોલિંગ વેળાએ પહેલા નવ અને પછી ચાર એમ કુલ 13 ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌના હયાત બેટ પાસેથી મળી આવેલા પેકેટ જેવા જ આ પેકેટ છે, એવી જ ગુલાબી પેકિંગના 13 ચરસના પેકેટ માંડવીના ધ્રબુડી દરિયા કિનારા પાસેથી મળી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...