તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:હવે પાણીજન્ય, વાયરસ અને મચ્છરવાહક રોગોનો પણ ખતરો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.કે. દ્વારા મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ફ્લુ, ઝાડા-ઉલ્ટીથી બચવા ઉપાયો સૂચવાયા

કચ્છમાં મેઘરાજા મનમૂકી વરસ્યા અને એ સાથે ઋતુનો 250 ટકાથી વધુ વરસાદ ધરતી ઉપર ઠાલવી દીધો છે. પરંતુ હવે કોરોનાના સમયગાળામાં પાણીજન્ય, વાયરસ જેવા ચેપી રોગ તથા મચ્છર કરડવાથી ઉત્પન્ન થતા રોગો સામે સાવધાની વર્તવાનો વારો આપણા સૌ કચ્છીજનોનો છે.

સાવચેતીરૂપે જી.કે. જનરલ અને મેડિકલ કોલેજના તબીબોએ સાવચેતીના પગલા સૂચવ્યા છે. મેડિકલ કોલેજના ડો. અને પ્રોફેસર ઋજુતા કાકડે જણાવ્યું હતું કે, વરસાદના કારણે વાતાવરણ ભેજવાળું અને ભારે થતું હોવાથી જીવ-જંતુ તથા મચ્છરોનું પ્રમાણ અને તેની રોગવહન ક્ષમતા સામાન્યથી વધી જાય છે. તેથી ચેપ ઝડપથી ફેલાય છે. પરિણામે કફ,શરદી, ઝાડા-ઉલ્ટી ફ્લુ, ડેન્ગ્યું, ચીકનગુનિયા, કોલેરા, ટાઈફોઈડ, ન્યુમોનિયા મેલેરિયા જેવા રોગો ફેલાઈ શકે છે. વરસાદ પછી તાપમાનમાં ગમે ત્યારે વધઘટ થતી હોવાથી વાયરસને ભાવતું મળે છે. તેથી શરદી,ફ્લુ સામાન્ય બની જાય છે. તેથી નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવો, આંખમાં બળતરા થવી, શરીરમાં દુ;ખાવો થવો વિગેરે જોવા મળે છે. વળી, આ બીમારી વ્યક્તિ- એ –વ્યક્તિ ફેલાતી હોવાથી મોટેરાઓ સાથે બાળકોને પણ સંભાળ રાખવાની ખાસ આવશ્યકતા છે.

આ સાવધાની રાખો
સાવધાનીરૂપે માસ્ક પહેરવું, ખાસી આવે ત્યારે રૂમાલ આડો દેવો, ગરમ પાણી પીવું, અને અસરગ્રસ્તોને બાળકોથી દુર રાખવા. ઉપરાંત સાબુથી હાથ ધોવા ખાસ સુચવાયું છે.

ઘરનું પોષ્ટીક આહાર ગ્રહણ કરો
આ ઉપરાંત વરસાદ પછી કોલેરા,હીપેટાઈટસ(કમળો), ઝાડા-ઉલટી જેવા રોગો પણ ચેપ વધારે છે. તેથી ખાસ કરીને બહારનો ખોરાક ખાવાનું ટાળવું, ગરમ પાણી પીવું, ખોરાક ઉપર માખી મચ્છર ન બેસે તેનું ખાસ ધ્યાન રાખવું.

પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી લ્યો
આ ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય તે જોવા તેમજ મચ્છરો કરડે નહિ તે માટે પણ શરીર ઢંકાય એવા કપડા પહેરવા અને રાત્રે મચ્છરદાનીમાં સુવું, હવાની અવર-જવર થાય તેવું વાતાવરણ તેમજ તંદુરસ્ત ખોરાક લેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...