કાર્યવાહી:જીકેમાંથી ફરાર થયેલા કુખ્યાત નિખિલ દોંગા અને સાગરીતની મિલકતો જપ્ત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજસીટોકનો ગેંગસ્ટર આરોપી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો
  • ગુજરાતમાં પ્રથમ વખત પોલીસે સાૈરાષ્ટ્રમાં 64.50 લાખનો પ્લોટ-મકાન ટાંચમાં લીધા

ગોંડલની જેલમાં બેઠા બેઠા ખંડણી ઉઘરાવી ધાક ધમકી કરવાનું નેટવર્ક ચલાવતા કુખ્યાત નિખીલ દોંગાની ગેંગના સભ્યો પર ગુજસીટોકનો હથિયાર ઉગામી જુદી જુદી જેલમાં ધકેલી દેવાયા છે, કુખ્યાત નિખીલ ભુજની જનરલ હોસ્પિટલમાંથી પણ નાસી છુટયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસે ગુજસીટોકના અારોપીઅોની મિલકત જપ્ત કરવાનું શરૂ કર્યું છે અને નીખીલની ગેંગના સભયની 64.50 લાખની મિલકત ટાંચમાં લીધી છે.

ગોંડલમાં નિખીલ દોંગા સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનાની તપાસ કરતા જેતપુર અેઅેસપી સાગર બાગમારે દ્વારા બનાવની તપાસ કરી નિખીલ દોંગાઅે ખંડણીથી પડાવેલા પૈસામાંથી ગોંડલમાં પોતાના સાગરીત પિયુષ કોટડીયાના નામે અેક મકાન લીધું હતું, તો શાપરના વેરાવળમાં પણ કિંમતી પ્લોટ લીધો હોવાની માહિતી પોલીસને મળી હતી.

પોલીસે ગુનેગારોની કમર તોડી નાખવા માટે મિલકત સીઝ કરવા માટે રાજય સરકારના ગૃહ વિભાગની મંજૂરી લીધી હતી જે મંજુર થતા ગોંડલ અને શાપર વેરાવળની નિખીલ દોંગાના સાગરીત પિયુષ કોટડીયાના નામનું મકાન અને પ્લોટ મળી 64.50 લાખની મિલકત જપ્ત કરી હતી. ગુજસીટોકના ગુનામાં મિલકત જપ્ત કરવામાં અાવી હોય તેવો ગુજરાતનો અા પ્રથમ કિસ્સો છે. અાવનારા સમયમાં નિખીલ દોંગા ગેંગના અન્ય સાગરીતોની મિલકત જપ્ત કરવામાં અાવશે તેવા અાદેશ અાપવામાં અાવ્યા છે. નોંધનીય છે કે, નિખીલ દોંગા ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છુટયો હતો બાદમાં તેને નાસી જવામાં મદદ કરનારા ભાજપના અાગેવાન સમેત પકડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...