હુકમ:કુખ્યાત લતિફની જામીન અરજી અદાલતે ફગાવી

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી વિરૂધ આર્મ એક્ટ સહિત 10 ગુનાનો પોલીસ ચોપડે નોંધાયા છે

અબડાસા તાલુકાના આરીખાણા ગામની વાડીમાં કોટારા પોલીસ પર હુમલો કરવા સહિત દસ જેટલા ગુનાને અંજામા આપનાર કુખ્યાત આરોપી લતિફ ઉર્ફે લતિયો નૂરમામદ કકલે વધુ એક વખત જામીન અરજી કોર્ટમાં કરી હતી, જે ભુજ કોર્ટ દ્વારા ત્રીજી વખત નામંજૂર કરવામાં આવી છે.અબડાસા તાલુકાના આરીખાણા ગામ નજીકની વાડીમાં શંકાસ્પદ હીલચાલ થતી હોવાની બાતમી 27 ઓગષ્ટ 2018ના એલસીબીને મળતાં કોટારા પોલીસ કાફલાને સ્થળ પર છાપો મારવા મોકલવામાં આવી હતી ત્યારે આરોપી લતિફ અને તેની પત્નિએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

જેમાં લતિફે પોલીસ કોન્સ્ટેબલના લમણા પર બંદુક તાકી કુહાડીનો ઘા મારી નાસી ગયો હતો. ત્રણ દિવસની જહેમત બાદ આરોપી લતિફને 30 જેટલા પોલીસ જવાનોએ ભુજ તાલુકાના જદુરા સણોસરા ગામની સીમમાં ઝડપી લીધો હતો. આરોપી લતિફે જામીન અરજી દાખલ કરતાં ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલે નામંજુર કરી હતી. સરકાર તરફે સરકારી વકીલે દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...