રિમાન્ડ:2 દી’ના રિમાન્ડ પૂર્ણ થતા 20 લાખની લૂંટમાં કુખ્યાત ચીટરને પાલારા જેલ હવાલે કરાયો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશ્ચર્ય વચ્ચે ચીટરની અટક કર્યાના ત્રીજા દિવસે પોલીસે પ્રેસનોટ-ફોટો જાહેર કર્યો

રાજસ્થાનના ભીલવાડાના ટ્રાવેલ્સ સંચાલકને સસ્તા સોનાની લાલચ અાપી ભુજ બોલાવી ગત 9 અોગસ્ટના ત્રણ ચીટરોઅે 20 લાખ રૂપિયા લુંટી લેવાનો બનાવમાં પોલીસ અેક ચીટરની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. મંગળવારે સાંજે રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો પણ રિમાન્ડની માંગણી નકારી પાલારા જેલ હવાલે કરી દેવાયો હતો. રિમાન્ડ ને અેક દિવસ બાકી હતો ત્યારે અાશ્ચર્ય વચ્ચે પોલીસે ચીટરની ધરપકડ અને તસવીરની પ્રેસનોટ જાહેર કરી હતી.

ભુજના કુખ્યાત અબ્દુલ કાસમ બજાણીયા સામે સસ્તા સોનાના નામે કચ્છ તેમજ અન્ય રાજયમાં પણ છેતરપિંડીના ગુના નોંધાયેલા છે, ત્યારે ગત નવમી અોગસ્ટના રાજસ્થાનના ટ્રાવેલ્સ સંચાલકને દલાલ ફીરોઝ ખાન મારફતે ભુજ બોલાવી 20 લાખ રૂપિયા લુંટી લઇ નાસી છુટતા ફરિયાદ નોંધાઇ હતી. અેલસીબીની ટીમે શનિવારે તેને ઉઠાવી લઇ બી ડિવિજન પોલીસ મથકે સોંપ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં અાવી હતી. રવિવારે દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરાતા બે દિવસના મંગળવાર સાંજ સુધીના રિમાન્ડ મળ્યા હતા. મંગળવારે વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે રિમાન્ડની માંગણી નકારી જેલ હવાલે કરી દેવા હુકમ કર્યો હતો. અાશ્ચય વચ્ચે રિમાન્ડને અેક દિવસ બાકી હતો ત્યારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા લૂંટના બનાવ અંગેની પ્રેસનોટ અને ચીટરનો ફોટો માધ્યમોને અાપ્યો હતો. અામ તો સામાન્ય દારૂના કેશમાં ફરાર તેમજ ચોરીના કેસમાં કોઇ પકડાય તો પોલીસ તંત્ર દ્વારા ફોટા સાથે સાતથી અાઠ પોલીસ કર્મચારીઅો કામગીરીમાં જોડાયા હતા તે રીતની પ્રેસનોટ માધ્યમોને મોકલાય છે.

પૈસા અને કાર રિકવર કરવાના બાકી : પીઅાઇ
બી ડિવિજન પોલીસ મથકે મુકાયેલા નવનિયુક્ત પીઅાઇ ડી. અાર. ચાૈધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કુખ્યાત ચીટરના વધુ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો હતો પણ કોર્ટે પાલારા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. અન્ય બે અારોપી સુલતાન કુંભાર અને ફીરોઝ ખાનની ધરપકડ બાકી છે તેમજ બનાવમાં ગયેલા 20 લાખ રૂપિયા અને કાર રિકવર કરવાની બાકી હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...