તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:કુકમાની ચરિયાણ જમીન ખુલ્લી કરાવવા દબાણ કરનારાઓને નોટિસ ફટકારાશે

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરપંચ કંકુબેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકનું દ્ર્શ્ય. - Divya Bhaskar
સરપંચ કંકુબેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકનું દ્ર્શ્ય.
  • ગ્રામપંચાયતની સામાન્ય સભામાં 57 જેટલા વિકાસ કામોને બહાલી અપાઇ

ભુજ તાલુકાના કુકમા ખાતે યોજાયેલી ગૌચર જમીની વિકાસ સમિતિની બેઠકમાં ગામની સીમમાં આવેલી ગૌચર જમીન પર થયેલા દબાણના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી જેના અંતે દબાણકારોને જમીન ખાલી કરવા નોટિસ ફટકારવા નિર્ણય લેવાયો હતો. આ પૂર્વે યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્યસભામાં 57 જેટલા વિકાસ કામોને બહાલી અપાઇ હતી.

સરપંચ કંકુબેન એ. વણકરના અધ્યક્ષ સ્થાને આોયજિત સામાન્ય સભામાં 57 જેટલા વિકાસ કામોને બહાલી અપાઇ હતી. મનરેગાના કામો, ગૌચર જમીન વિકાસ સમિતીની રચના વગેરે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાંજે યોજાયેલી ગૌચર વિકાસ સમિતિની બેઠકમા ગાયોના ચરિયાણ માટેની ગૌચર જમીન ખુલ્લી કરાવવા વિશે પશુપાલકો, ખેડુતો સાથે સમિતિના સભ્યોએ ચર્ચા વિચારણા કરી હતી જેના અંતે આ મુદ્દે સમાચાર માધ્યમો, જાહેર નોટિસબોર્ડ, રીક્ષા દ્વારા જાહેરાત કરવા તથા સ્થળ મુલાકાત લેવા ઠરાવાયું હતું.

ગૌચર જમીન પર દબાણ કરનારને નોટિસ આપી ગૌચર ખાલી કરાવવા માટે કાર્યવાહી કરવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. તાલુકા કારોબારી ચેરમેન જયનેશ વરૂ, ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતભાઈ, પંચાયતના સદસ્યો અર્ચનાબેન, દક્ષાબેન, ભાવનાબેન, બીનીતાબેન, સલેમાનભાઇ, જમનાબેન, નારસીંગભાઇ, દેવજીભાઈ, કલ્પનાબેન, હેમલતાબેન, જેઠાભાઇ, મેગજીભાઈ, ઉત્તમભાઈ, ધોલુભા, વિરમભાઇ, સત્તાર ભાઈ, મીતાંશુ ભાઈ, અરવિંદભાઈ, ઇબ્રાહીમ ખલીફા, અમીતભાઇ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તલાટી નરેન્દ્ર ચાસિયાએ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...