તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેજિસ્ટ્રેટનું જાહેરનામું:કોરોનાના પગલે શબ-એ-બારાત તહેવાર પ્રસંગે લોકો સમૂહમાં એકત્ર નહીં થઇ શકે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રવર્તમાન ગાઈડલાઈન્સનું પાલન કરવા જાહેરનામું

રવિવારે મુસ્લિમ સમાજના તહેવાર શબ-એ-બારાતના પગલે ભીડ એકત્ર ન થાય તેની તકેદારી રાખવા અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. તા.28-3ના રાજયમાં મુસ્લિમ સમાજના તહેવાર શબ-એ-બારાતની ઉજવણી કરવામાં આવશે.

આ દિવસે લોકો સામૂહિક પ્રાર્થના કરતાં હોય છે. શબ-એ-બારાતની રાત દરમ્યાન અન્ય ધાર્મિક વિધિઓ પણ કરાતી હોય છે. વધુમાં માનવજાતની સુખાકારી માટે ધાર્મિક પ્રાર્થના કરવામાં આવે છે. ઈસ્લામિક કેલેન્ડરના આઠમા મહિનાની 14થી 15મીની રાત્રે શબ-એ-બારાત નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં ભેગા થાય છે અને તેમના પ્રિય લોકોની કબરો પર પુનઃ મુલાકાત લેતા હોય છે. હાલમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો હોઇ આવા સંજોગોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે.

કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે શબ-એ-બારાતના તહેવાર સંદર્ભે મસ્જિદો તથા અન્ય સ્થળોએ લોકો એકત્રિત ન થાય તથા કોરોના સબંધમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક હોઇ રાજય સરકાર તથા કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય, સામાજિક અંતર જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો