બેદરકારી:અપીલની તારીખની નોટિસ અન્ય વકીલને મોકલી દીધી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા પ્રાંત કચેરીની બેદરકારી અાવી સામે
  • જો કે, ભૂલથી નોટિસ અાવી ગઇ હોવાનો અંતે કર્યો સ્વીકાર

નખત્રાણા પ્રાંત અધિકારી સમક્ષ થયેલી અપીલ અરજીની તારીખની નોટિસ સંબંધિત વકીલના બદલે ભુજના વકીલને મોકલી દેવાઇ હતી.જયારે કોઇ પ્રાંત કચેરીમાં અપીલ કે, વિવાદ અરજી દાખલ થતી હોય છે ત્યારે તે કેસ અાગળ ચાલવાની સાથે જયારે-જયારે તારીખ પડે ત્યારે-ત્યારે સંબંધિત પક્ષકારો અને તેમના વકીલોને નોટિસ અપાય છે.

તાજેતરમાં પ્રાંત કચેરીમાં લખપત તાલુકાના પીપર ગામના સરવે નંબરમાં પડેલી હક્કપત્રક નોંધ સામે વિવાદ અરજી/અપીલ દાખલ કરાઇ છે, જે દાખલ કરનાર વકીલે પોતાનું નામ વકીલાત પત્રમાં ટૂંકમાં લખ્યું હતું અને પોતાની સહી સાથે પોતાના મોબાઇલ નંબર પણ લખ્યા હતા પરંતુ સરનામું લખ્યું ન હતું

અને અા અપીલ અરજીની તારીખની નોટિસ મોકલવા માટે પ્રાંત કચેરીના જવાબદારોઅે સંબંધિત વકીલને ફોન કરીને તેનું સરનામું પૂછ્યા વગર કે, ખરાઇ કર્યા વગર તેમની પાસે રહેલા કચ્છના વકીલોના લીસ્ટમાંથી ભુજના અેક મહિલા વકીલને નોટિસ મોકલી દીધી હતી. જો કે, અા મુદ્દે ભુજના વકીલે તપાસ કરતાં અંતે જવાબદારોઅે ભૂલથી નોટિસ અાવી ગઇ હોવાનું સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...