તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:કોર્ટના આદેશ છતાં ફરિયાદ ન નોંધનાર ના. સરોવરના પૂર્વ PSI સામે કાર્યવાહીનો હુકમ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાન્ધ્રો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ થઇ હતી
  • ડીવાયએસપી કક્ષાએ તપાસ સોંપી એસપીને મોનેટરીંગ કરવા ભુજ કોર્ટે કર્યો આદેશ

લખપત તાલુકાના પાન્ધ્રોમાં મનરેગાના કામોમાં આચરાયેલા કૌભાન્ડ અંગેની દસ્તાવેજો અને આધારો સાથે કરાયેલી રજુઆતમાં નારાયણ સરોવર પોલીસ મથકના પૂર્વ પીએસઆઇએ હાઇ કોર્ટનું ખોટુ અર્થઘટન કરીને ફરિયાદ નોંધવાને બદલે બારોબાર તપાસ કરી કોઇ ગુનો બનતો ન હોવાનું તારણ આપીને ગુનાહિત કૃત્ય કર્યું હોવાની ભુજની સેશન્સ કોર્ટમાં રજુઆત કરાતાં આ બાબત ભુજ સેશન્સ કૉર્ટે ગંભીરતા લઇને આ કેસની એસપીને મોનેટરીંગ કરી તપાસ ડીવાએસપી કક્ષાને સોંપવા અને નારાયણસરોવર પોલીસના પીએસઆઇ કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

પાન્ધ્રો સોનલનગરમાં રહેતાં સમરતદાન ગઢવીએ પાન્ધ્રોના પૂર્વ સરપંચ વિક્રમસિંહ સતુભા સોઢા અને તત્કાલિન તલાટીએ 2005થી 2015ના દસ વર્ષ દરમિયાન મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ કરેલી. સરપંચ તલાટીએ અનેક લોકોના બોગસ જોબકાર્ડ બનાવી તેમના નામે પોસ્ટના ખાતામાં જમા થયેલી સરકારી રકમ ઉચાપત કરી હોવાની ગત 09-08-2016ના કલેક્ટરને રજૂઆત કરી હતી. આ મામલે કલેક્ટરે લખપતના તત્કાલિન ટીડીઓને તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

સરકારી રૂહે યોગ્ય તપાસ ન થતાં અરજદારે આ મામલે ગુજરાત હાઈકૉર્ટમાં ધા નાખી હતી. હાઈકૉર્ટે આ મુદ્દે નારાયણ સરોવરના પોલીસ અધિકારીને અરજદારની રજૂઆત અને તેમણે રજૂ કરેલાં લેખીત આધાર-પૂરાવા જોઈને ગુનાહિત કૃત્ય થયું હોય તો કાર્યવાહી કરવાનો મૌખિક હુકમ કર્યો હતો. પરંતુ હાઇ કોર્ટના આદેશનો અનદાર કરીને નારાયણ સરોવરના તત્કાલિન પીએસઆઈ ડી.એ.ઝાલાએ એફઆરઆઇ નોંધવાને બદલે બારોબાર તપાસ કરી અરજદારને લેખીત જવાબ પાઠવ્યો હતો કે આમાં કોઈ ગુનાહિત કૃત્ય બનતું નથી.

જેથી અરજદાર સમરતદાને સરપંચ, તલાટી, ટીડીઓ અને પીએસઆઈ સહિત ચારે સામે પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ નોંધવા દયાપર ફર્સ્ટ ક્લાસ જ્યુડિ. મેજિસ્ટ્રેટની કૉર્ટમાં ધા નાખી હતી. પણ દયા૫૨ કૉર્ટે પીએસઆઈએ આ મામલે તપાસ કરી કોઈ ગુનો બનતો ના હોવાનું તારણ આપી ફરિયાદ અરજી કાઢી નાખી હતી.

જેથી અરજદારે ભુજ સેશન્સ કૉર્ટમાં ધા નાખી હતી. જેમાં ભુજના દસમા અધિક સેશન્સ જજ આર.વી.મંદાણીએ આ મામલે ફોજદારી ફરિયાદ નોંધી DySPને તપાસ કરવા હુકમ કર્યો છે. અને જવાબદાર પીએસઆઇ સામે કાયદાકીય પગલા લેવાનો હુકમ કરી તેમજ સમગ્ર કેસનું મોનેટરીંગ કરવા એસપીને જણાવાયું છે. આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ પ્રફુલભાઇ.પટેલ અને એસ.આઇ.તુરીયાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...