તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઓરીજનલ:રણોત્સવ નહીં પણ કચ્છમાં કોરોના અંગે વધારે સર્ચ !

ભુજ2 મહિનો પહેલાલેખક: હર્ષિલ પરમાર
 • કૉપી લિંક
 • દાયકાથી દુનિયા અને ભારતમાં કચ્છના સંદર્ભમાં કચ્છનું રણ અને રણોત્સવ કિવર્ડ સૌથી વધારે સર્ચ થાય છે
 • કચ્છ વિશે ચાલુ વર્ષના ટોપ સર્ચ ટોપિકમાં મોટાભાગના કોરોનાને લગતા : બહારથી કચ્છ આવેલા લોકોએ અગાઉ ઓનલાઇન માહિતી મેળવી !

કોરોના મહામારીના કારણે આ વર્ષમાં અનેક સામાજિક અને આર્થિક પરિવર્તનો આવી ગયા છે. મહામારીના કારણે આવી પડેલા લોકડાઉનના લીધે ભયંકર આર્થિક મંદોનો પણ આ વર્ષે લોકોએ સામનો કર્યો છે. કચ્છના સંદર્ભમાં વાત કરવામાં આવે તો ભારતનો આ સાૈથી મોટા જિલ્લો પણ કોરોનાની અસરથી બાકાત નથી. ચોંકાવનારી વાત એ છે કે તેની અસર ડિજિટલ દુનિયામાં પણ જોવા મળી છે ! ભૂંકપ બાદ ફિનિક્સ પક્ષીની માફક બેઠા થયા બાદ કચ્છ આજે ટુરિઝમ હબ છે. જેના પગલે ગુગલ પર લોકો કચ્છનું રણ અને રણોત્સવ વધારે ચર્ચ કરતા હોય છે.

પરંતુ ચાલુ વર્ષે લોકોએ ગુગલ પર કચ્છમાં કોરોના કેસ અંગે વધારે સર્ચ કર્યું હોવાનું બહાર આવ્યું છે ! આ અંગે મળતી વિગતો મુજબ ગુગલ દ્વારા દર વર્ષે દેશ પ્રમાણે શું-શું વધારે સર્ચ કરાયું તેની યાદી જાહેર કરાય છે. જેતે દેશના લોકોના મૂડ તેના પરથી જાણી શકાય છે. ગુગલ ટ્રેન્ડ પર કોઇ પ્રદેશ અથવા ટોપિક અંગે લોકો શું તપાસ કરી રહ્યાં છે. તે પણ જાણી શકાય છે. આ ટુલનો ઉપયોગ કરી છેલ્લા પંદરેક વર્ષનો ડેટા મેળવી શકાય છે. કચ્છના સંદર્ભમાં વાત કરવામાં આવે તો 2001માં આવેલા ભૂંકપ બાદ દુનિયાભરમાં લોકો કચ્છ અર્થક્વેક (ભૂકંપ) અંગે ગુગલ પર સર્ચ કરતા હતાં. ધીમેધીમે સમય બદલાયો અને કચ્છમાં પ્રવાસનની પ્રવૃતિ વધવા લાગી.

ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ થયો. કચ્છ આજે ભારતના સાૈથી ઝડપથી વિકસી રહેલા જિલ્લાની સાથે એક લોકપ્રિય પર્યટક સ્થળ બની ગયું છે. જેની સીધી અસર ગુગલ પર જોવા મળે છે. છેલ્લા દસેક વર્ષથી ભારત તથા દુનિયાભરના લોકો કચ્છના સંદર્ભમાં ગુગલ પર સાૈથી વધારે રણોત્સવ, કચ્છનું રણ, કચ્છના પર્યટક સ્થળો વિશે સર્ચ કરી માહિતી મેળવે છે. જોકે કોરોનાની અસર અહીં પણ જોવા મળી છે. વર્ષ 2020માં કચ્છના સંદર્ભમાં કોઇ પર્યટક સ્થળ નહીં પણ કોરોનાના કેસોની માહિતી અંગે ગુગલ પર વધારે સર્ચ થયું હતું.

વિદેશમાં ઓમાન તો દેશમાં મહારાષ્ટ્રમાં વધારે સર્ચ
કચ્છીઓ વિશ્વ પ્રવાસી છે. વિદેશ અને દેશના અલગ-અલગ રાજ્યોમાં વસેલા છે. તેઓ હાલ ઇન્ટરનેટ પર કચ્છ વિશે માહિતી મેળવતા રહે છે. પાંચ વર્ષના ટ્રેન્ડ પ્રમાણે વિદેશમાં સાૈથી વધારે ઓમાનથી કચ્છ વિશે સર્ચ થાય છે. ત્યારબાદ પાકિસ્તાન, યુએઇ, કેન્યા, સિંગાપોર, બ્રિટેન, સાઉદી અરબિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાથી પણ કચ્છ અંગે સર્ચ કરાય છે. તો દેશની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉતરાખંડ, કર્ણાટકા, તેલંગણા, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી વધારે સર્ચ થાય છે.

ચાલુ વર્ષે મે અને ડિસે.માં કચ્છ વધારે વખત સર્ચ
ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો સાૈથી વધારે સર્ચ મે માસમાં થયો છે. ગુગલ ટ્રેન્ડ પ્રમાણે 10 મેના 100 ટકા કચ્છ પર સર્ચ થયું હતુ. એટલેકે આખા વર્ષમાં થયેલા સર્ચની સરખામણીએ આ તારીખે સાૈથી વધારે કચ્છ વિશે સર્ચ થયું હોવાથી તેને 100 ટકા માનવામાં આવે છે. આ સમયગાળામાં જ મુંબઇવાસીઓ કોરોનાથી બચવા કચ્છ તરફ આવી રહ્યાં હતા. તેના પગલે કચ્છ વિશે માહિતી પણ મેળવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં 15 ડિસેમ્બરના ધોરડો આવ્યા હતા તેથી ત્યારે પણ કચ્છ માધ્યમો ચમક્યું હતુ.

કચ્છમાં વર્ષ પ્રમાણે જે કિવર્ડના સર્ચમાં વધારો જોવા મળ્યો

201520162017201820192020
કચ્છ યુની. રીઝલ્ટકચ્છ ફેસ્ટિવલ 2016કચ્છ ફેસ્ટિવલકચ્છ રણોત્સવકચ્છકા રણકચ્છ કોરોના
રણોત્સવ 2015કચ્છ ભુજરણો ઓફ કચ્છ ફેસ્ટિવલનલિયા ગ્રાસલેન્ડકચ્છ ફેસ્ટિવલ 2019કોરોના ઇન કચ્છ
કચ્છ ફેસ્ટિવલકચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટરણોત્સવ 2018રણ ઓફ કચ્છકચ્છ રણોત્સવ 2019કચ્છ કોરોના કેસ
ગલ્ફ ઓફ કચ્છકચ્છ રણોત્સવકચ્છ યુનિવર્સિટી રીઝલ્ટકચ્છ ફેસ્ટિવલ ડેટસકચ્છ અર્થક્વેકકોરોના કેસ ઇન કચ્છ
રણ ઓફ કચ્છરણ ઓફ કચ્છકચ્છ રણોત્સવકચ્છ કા રણરેઇન ઇન કચ્છકચ્છ કોરોના અપડેટ
વાઇટ ડેઝર્ટ કચ્છવાઇટ રણ ઓફ કચ્છકચ્છ ટુરિઝમટેમ્પરેચર ઇન કચ્છરાજકોટ ટુ કચ્છકચ્છ અર્થક્વેક
માંડવી કચ્છકચ્છ વર્ક ડિઝાઇનકચ્છ અર્થક્વેકકચ્છ મ્યુઝિયમકચ્છ ગુજરાતકચ્છ અર્થક્વેક ટુડે
ભુજ કચ્છ પીનકોડબેસ્ટ ટાઇમ ટુ વિઝટ કચ્છકચ્છ મેપમાંડવી બીચટેન્ટ સિટી કચ્છકચ્છ કલેકટર
કચ્છ મેપકચ્છ યુનિવર્સિટીકચ્છ વર્ક સાડીલિટલ રણ ઓફ કચ્છઅંજાર કચ્છકચ્છ ફેસ્ટિવલ
કચ્છ વર્કકચ્છ મ્યુઝિયમઅમદાવાદ ટુ રણોત્સવ ડિસ્ટન્સકચ્છ વર્ક ડિઝાઇનવેધર ઇન કચ્છગલ્ફ ઓફ કચ્છ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો