ડો.બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ:ભુજમાં ડો.બાબા સાહેબની માત્ર પ્રતિમા નહીં પરંતુ તેમની વૈચારિક શક્તિનું થયું સ્થાપન

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે સાંસદના હસ્તે કરાયું અનાવરણ

ભુજમાં સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે કરાયું હતું. પાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ ઠકકર અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા 250થી વધુ કાર્યકરો અને નાગરીકોની ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિમાના દાતા સાંસદે જણાવ્યું હતું કે 1935ના રાજાશાહી સમયથી ચાલતી સૌથી જૂની સાર્વજનિક છાત્રાલયમાં આપણે ફક્ત બાબા સાહેબની પ્રતિમાં જ નહી પરંતુ તેમની વૈચારિક શક્તિનું અહીં સ્થાપન કરી રહ્યા છીએ. ટ્રસ્ટના પ્રમુખ રમેશ ભટ્ટીએ ભુજમાં ભીમરત્ન સમરસ કન્યા-કુમાર છાત્રાલય, સાર્વજનિક કુ. છાત્રાલય, ઠકકરબાપા આશ્રમ (અંજાર) વગેરે છાત્રાલયો કાર્યાન્વિત કરવા બદલ સાંસદનો સમાજ વતી ઋણ સ્વીકાર કર્યો હતો. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ રોશીયાએ માંડવીની છાત્રાલય પુનઃ ચાલુ કરવા સાંસદે આપેલા યોગદાનની નોંધ લીધી હતી.

ભીમરત્ન કન્યા છાત્રાલયની છાત્રાઓએ બાબા સાહેબનું ભજન ગાયું હતું. ટ્રસ્ટે સાંસદનું સન્માન કર્યું હતું. છાત્રાલયના પ્રાંગણમાં બની રહેલા શૈક્ષણિક સંકુલ માટે કરશનભાઇ લવજીભાઇ સુમેરાએ તેમની નિવૃત્તિ પેન્શનની રકમમાંથી એક રૂમ માટે રૂ.2.51 લાખ અને હરેશભાઇ સાધુએ રૂમના દાતા તરીકે રૂ.2.51 લાખ તેમજટ્રસ્ટી મહેશભાઇ બગડાએ આજીવન દર વરસે 14મી એપ્રિલના દિવસે ટ્રસ્ટને રૂ.11,000નું દાન આપવાની જાહેરાત કરી હતી.

ધમેન્દ્રભાઇ ગોહીલ, બી.એસ. મહેશ્વરી, પચાણભાઇ સંજોટ, અશોકભાઇ હાથી, હરીલાલ રાઠોડ, પ્રેમકુમાર કન્નર (જિલ્લા આરોગ્ય અધિકારી) વગેરે મંચસ્થ રહ્યા હતા. ગોવિંદભાઇ વાણીયા, દિનેશભાઇ મારવાડા, ગાભુભાઇ મંગરીયા, અર્જુનભાઇ વાધેલા, ભારતીબેન સંજોટ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સંચાલન મંત્રી વિશ્રામ વાઘેલા અને અરવિંદ લેઉવા તથા ગૃહપતિ જીતુભાઇ મકવાણા અને વિધાર્થીઓએ વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...