તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવાસળીથી કલાકૃતિ:આંગળીઓ જ નહીં શરીર આખું કરે છે કમાલ..!

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છના યુવાને 27 હજાર દીવાસળીના ઉપયોગથી વિશ્વની સાત અજાયબીઓ રચી

અંગ્રેજીની એક ઉક્તિ ‘જેક ઓફ ઓલ, બટ માસ્ટર ઓફ નન’ એવી વ્યક્તિ માટે વપરાય છે કે જે અનેકવિધ કલાઓ, વિષયોનો જાણકાર હોય પણ તે પૈકી કોઈ એક વિષયમાં સર્વશ્રેષ્ઠ ન બની શક્યો હોય. પણ ના, કચ્છમાં એક એવો યુવાન છે કે જે અનેકવિધ કલાઓ જાણે પણ છે અને તેમાં માહિર પણ છે. એ યુવાનનું નામ છે મદન પરમાર. આમ તો એ થરાદનો વતની છે, પણ અને કચ્છને જ કર્મભૂમિ બનાવી છે. મદનની આંગળીઓમાંથી નીતરતી હસ્તકલા ભલભલા કઠીન કામને પણ સરળ બનાવી દે છે. દીવાસળી વડે એ અદભૂત નમૂનાઓ એવા બનાવે છે. એટલું જ નહીં એ ડ્રોઈંગ, ડાન્સ અને સ્કેચમાં પણ અવ્વલ છે. જો કે તેણે 27 હજાર દિવાસળીઓથી વિશ્વની સાત અજાયબીઓ બનાવી છે.

મદન પરમાર કહે છે કે ધોરણ 10માં હતો ત્યારે મે ટીવી ૫ર એક આર્ટ શોના કાર્યક્રમ જોયો હતો જેમાં દીવાસળીથી કલાકૃતિઓ બનાવતા હતા. મને એ શો થી પ્રેરણા મળી. શરૂઆતમાં દીવાસળીથી ઘર, ટેબલ,ખુરશી વિગેરે બનાવ્યા. ત્યાર પછી મેં એક અખબારમાં તાજમહેલ, સ્ટેચ્યુ ઓફ લીબર્ટી (અમેરિકા), એફિલ ટાવર (પેરીસ), ટાવર બ્રીજ (લંડન), પીઝા ટાવર (ઇટલી), પિરામીડ (ઈજીપ્ત), ખ્રિસ્તી રીડીમ્બરનાં ચિત્રો જોયાં ત્યારથી વિશ્વની સાત અજાયબીઓને દીવાસળીથી બનાવવાનું નક્કી કરી લીધું. એ બનાવતાં મને દોઢ વર્ષનો સમય લાગ્યો. 27 હજાર દીવાસળીનો તેમાં ઉપયોગ કર્યો છે. હું પહેલાં જે બનાવવાનું હોય તેનો ફોટો લઇ નકશો બનાવું છું, અને તેના પર ફેવિકોલથી દિવાસળીઓ ચીપકાવું છું. આ સિવાય પણ મદન અનેક ખૂબી-શોખ અને પારંગતતા ધરવે છે.

થરાદની એક શાળામાં આર્ટ અને ડાન્સ ટીચર તરીકે જોડાઈ, ત્યાં વિદ્યાર્થીઓને આર્ટ શીખવવા સાથે નૃત્ય પણ શીખવાડતો હતો. હા, આ ઉપરાંત ડ્રોઈંગ અને સ્કેચ બનાવવાનો, લાકડાના શો પીસ (ગીટાર, સંગીતના અન્ય વાદ્યો વિગેરે) બનાવવામાં પણ એ નિપૂણ છે. મદન પેન્સિલ સ્કેચ પણ અદભૂત બનાવે છે. એના હાથના વળાંક અને તૈયાર થયેલા પેન્સિલ સ્કેચ પણ એટલા જ મનમોહક લાગે છે. થરાદ છોડીને એ વધુ બહોળું ફલક મળે તે માટે તેના મોટાભાઈ કચ્છમાં રહેતા હોવાથી હવે ભુજ આવી ગયો છે અને કચ્છને જ કર્મભૂમિ બનાવવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો