નિર્ણય:ભુજ પાલિકામાં બિનજરૂરી સ્ટાફ દૂર કરવાના હુકમની અમલવારી નહિ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર સુધરાઈમાં કોન્ટ્રાકટ વિના રખાયેલા બિનજરૂરી સ્ટાફને દુર કરી અત્યારસુધી થયેલ ચુકવણું મુખ્ય અધિકારી પાસેથી વસૂલવા માટે માંગણી કરવામાં આવી છે. ભુજ શહેર કોંગ્રેસ માઈનોરિટી વિભાગના પ્રમુખ સહેજાદ સમાએ નગરપાલિકા નિયામક કચેરીમાં રજુઆત કરતા જણાવ્યું કે,પાલિકામાં મંજૂરી કે કરાર વિના કોન્ટ્રાકટ બેઇઝના કામદારો અને ઇજનેરોને નોકરીએ રાખી પગાર ચુકવવામાં આવે છે.

વળી તેમની ભરતી માટે કોઈ સરકારી પ્રક્રિયાને પણ અનુસરવામાં આવી નથી તેવો આક્ષેપ કરાયો છે.ચીફ ઓફિસરે જ્યારે ચાર્જ સભાળ્યો ત્યારે પાલિકામાં 250 થી વધુ કામદારો અને 12 જેટલા ઈજનેર બિનજરૂરી રાખેલા હોવાનું જણાઇ આવતા તેઓને છુટા કરવા માટે 22 એપ્રિલના કાર્યાલય આદેશ કરાયો હતો. જોકે,આ બાબતે પણ કોઈ કામગીરી થઈ નથી.તાજેતરમાં ડ્રેનેજ ઇજનેરની સેનિટેશન વિભાગમાં બદલી કરાઈ હતી પણ ખરેખર સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ ઇજનેરને નોકરીએ રાખવામાં આવે તો જ શહેરની સફાઈ સમસ્યા દૂર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...