ક્રાઇમ:કુકમામાં દારૂના ધંધાર્થીના ખૂન કેસમાં આરોપીના જામીના ના મંજુર

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતમી આપવા અંગેની અદાવતમાં બની હતી ઘટના
  • છાતીમાં છરીના ઘા મારી યુવાને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો

કુકમાં ગામે દારૂના ધંધાથી વચ્ચે પોલીસને બાતમી આપવા અંગેના ડખામાં એકની હત્યા કરી નાખવાની ચકચારી ઘટનામાં આરોપીએ રેગ્યુલર જામીન પર મુક્ત થવા ભુજની સેશન્સ કોર્ટમાં અરજી કરતાં અદાલતે જામીન અરજી ના મંજુર કરી છે.

બનાવની હકિકત મુજબ કુકમા ગામે રહેતા આઝાદ હુશેન કકલ અને તેના ભાઇ રઝબ હુશેન કકલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આઝાદને ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું. પધ્ધર પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. આ ત્રણ પૈકી આરોપી અકબર ઉર્ફે અકલો અબ્દુલ મ્યાત્રાએ ભુજની સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. મરણ જનારના પિતા કકલ હુશેન સુલેમાન દ્વારા વાંધો નોંધાવવામાં આવતાં અદાલતે આરોપીની જામીન અરજી નામંજુર કરી હતી. આ કેસમાં મુળ ફરિયાદી પક્ષે સરકારી વકિલ ડી.જે.ઠકકર હાજર રહયા હતા. જ્યારે મુળ ફરિયાદી વાંધેદારના વકિલ તરીકે એમ.એચ.રાઠોડ, આર.કે.સમેજા, એ.બે.પઢીયાર હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...