વરણી:જિલ્લા સ્તરે નહીં, શહેર ભાજપની વરણીમાં ધારાસભ્યનું માન રહ્યું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાથી શહેર, તાલુકા સુધી અેકંદરે સાંસદ વિનોદ ચાવડાનું વજન વધુ
  • સમર્થક ગણાતા ઘનશ્યામ ઠક્કરને મહામંત્રી તરીકે યથાવત રખાયા

કચ્છ જિલ્લા ભાજપના હોદેદારોની વરણીમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્યના સમર્થકોને સ્થાન મળ્યું નથી. પરંતુ, ભુજ શહેર ભાજપના હોદેદારોની વરણીમાં ડો. નિમાબેન અાચાર્યના સમર્થક ગણાતા ઘનશ્યામ ચંદ્રકાંત ઠક્કરને યથાવત રખાયા છે.જિલ્લા સ્તરેથી શહેર અને તાલુકા ભાજપના હોદેદારોની વરણી સમયે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્ય સહિતના વગદાર અાગેવાનોઅે પોતપોતાના કટ્ટર સમર્થક અથવા તો માનીતા કાર્યકરનું નામ સૂચવ્યું હતું, જેમાં કેટલાક અાગેવાનોના ભલામણપત્રો લીક થઈ ગયા હતા.

જે બાદ કાર્યકરોમાં અસંતોષને કારણે નિમણૂક નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપર મૂકાઈ હતી. જોકે, જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ અને ત્રણેય મહામંત્રી યથાવત રખાતા સાંસદ વિનોદ ચાવડાનું વજન વધુ પડતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ, ભુજ શહેરના હોદેદારોની વરણીમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યના સમર્થક ગણાતા ઘનશ્યામ સી. ઠક્કરને મહામંત્રી તરીકે યથાવત રખાતા ધારાસભ્યનું જિલ્લા સ્તરે નહીં તો ભુજ શહેર પૂરતું માન જળવાયાનું ચર્ચાઈ રહ્યું છે.

સંગઠનમાં હોદ્દો તો ચૂંટણીમાં ટિકિટ નહીં
સૂત્રોઅે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.અાર. પાટિલની નીતિ પ્રમાણે સંગઠનમાં હોદો ધરાવનારાને સ્થાનિક સ્વરાજ સહિતની ચૂંટણીઅોમાં ટિકિટ નહીં મળે. અે દૃષ્ટિઅે જિલ્લા પંચાયત, ભુજ તાલુકા પંચાયત અને નગરપાલિકાઅોમાં ટિકિટ માટે દાવેદારો વધી જવાના છે. ખાસ કરી ભુજ નગરપાલિકામાં પ્રમુખ પદ સામાન્ય પુરુષ હોઈ જૂના જોગીઅો પુન: દાવેદારી કરે અેવા સંજોગો સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...