શુભ સોમવાર:51 દિવસ બાદ કચ્છમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નહીં

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા કેસોની સામે છ ગણા 178 દર્દીઅો સાજા થયા : દસ દિવસમાં 1525 લોકોએ મ્હાત આપી, 873 સક્રિય દર્દીઅો ઘટ્યા

સમગ્ર દેશ અને રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોનાના નવા કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. ખાસ કરીને કચ્છમાં છેલ્લા 10 દિવસમાં તો નવા કેસોમાં તીવ્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમા પણ રવિવારે કચ્છમાં કોરોનાથી એક પણ મોત ન નોંધાતા મોટી રાહત થઇ છે. 51 દિવસ બાદ મોતનો સિલસિલો બંધ થયો છે. છેલ્લે તા. 8/4ના એવુ બન્યું હતુ કે 24 કલાકમાં કોરોનાથી મોતની સંખ્યા શૂન્ય હોય ! તો રવિવારે સ્થિતિમાં ઓર સુધારો નોંધાયો હોય તેમ માત્ર 36 નવા નોંધાવાની સાથે તેનાથી 6 ઘણા 178 દર્દીઓ સાજા થઇ ગયા હતા.

21 મેથી 30 મે સુધીના 10 દિવસોમાં કચ્છમાં અધધ 1525 દર્દીઓ સાજા થયા છે. તેની સામે માત્ર 652 નવા કેસો નોંધાયા છે. આ સમય ગાળામાં એક્ટિવ કેસોમાં પણ 873 નો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં છેલ્લા 10 દિવસમાં અંદાજિત 150ની દૈનિક સરેરાશથી દર્દીઓ સાજા થઇ રહ્યાં છે. તેની સામે નવા આવતા કેસોની સરેરાશ સતત ઘટી રહી છે. દસ દિવસમાં અંદાજે 60.52 દૈનિક સરેરાશથી નવા કેસો આવી રહ્યા છેે. રવિવારે કચ્છમાં માત્ર 36 કેસો નોંધાયા હતા. 52 દિવસ બાદ કચ્છમાં 40થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લે તા. 7/4ના કચ્છમાં 40થી ઓછા કેસ નોંધાયા હતા. રવિવારે નોંધાયેલા કેસોમાં શહેરોમાં માત્ર 10 કેસ અને ગ્રામીણ વિસ્તારોમાં 26 કેસ નોંધાયા હતા. એક સમયે કચ્છનું હોટસ્પોટ બનેલા ભુજ શહેરમાં રવિવારે માત્ર 3 કેસ નોંધાયા હતા. શહેરોમાં ભચાઉમાં 1, ગાંધીધામમાં 3, માંડવીમાં 1, મુન્દ્રામાં 2 અને ગ્રામીણ વિસ્તારોમાં અબડાસા અને રાપરમાં 5- 5, અંજાર અને ભચાઉમાં 2-2, ભુજમાં 4, ગાંધીધામ અને મુન્દ્રામાં 1-1, માંડવી અને નખત્રાણામાં 3-3 નવા કેસો આવ્યા હતા. તેની સામે કુલ 178 દર્દીઓ સાજા થયા હતા. સાૈથી વધુ ભુજ તાલુકાના 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

બીજી લહેર અંત ભણી પણ હવે ત્રીજી લહેરથી બચવું હશે તો ગાઇડલાઇનનો અમલ કરવો પડશે કચ્છમાં ફેબ્રુાઆરી માસમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 36 રહ્યાં હતાં. તે જ માસ આખામાં માત્ર 157 નવા પોઝિટિવ કેસ આવ્યા હતા. પરંતુ ત્યારબાદ લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સના નિયમો ભુલી ગયા હતા. અધુરામાં પુરુ નેતાઓએ ચૂંટણીની રેલીઓમાં નિયમોના ધજ્જિયા ઉડાવ્યા હતા. તેવામાં બીજી લહેરનો પીક આવી ગયા બાદ કેસો ઘટી રહ્યા છે. હવે પહેલી લહેર જેવી ભુલ હવે ન થાય તે જરૂરી છે.

કોરોનાની ઘટતી તીવ્રતા આવી રીતે સમજો

કેસ21 મે30 મેતફાવત
કુલ કેસ1165812280652
સાજા થયા796494891525
એક્ટિવ કેસ35522679-873
થયેલા મોત26327512
અન્ય સમાચારો પણ છે...