તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં કમોસમી વરસાદ જારી:ભુજ, ભચાઉ પંથક તથા રાપરમાં કરા સાથે પાણી વરસ્યું, બન્ની વિસ્તારમાં તોફાની પવન અને ગાજવીજ સાથે માવઠું

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
રાપર - Divya Bhaskar
રાપર
 • તૈયાર મોલ પલળી જતાં કિસાનોએ નુક્સાનની ભીતિ દર્શાવી
 • સુમરાસર શેખમાં સતત બીજા દિવસે દોઢેક ઇંચ, રાપરમાં અડધો ઇંચ વરસાદ

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વહેલી શરૂ થયેલી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીએ સારા ચોમાસાની આશા જગાવી છે. શનિવારે રાપર, ભચાઉ અને ભુજ તાલુકામાં ફરી કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ક્યાંક કરા પણ પડ્યા હતા. બપોર બાદ માહોલ ગોરંભાવાની સાથે તોફાની પવનની સંગાથે પાણી વરસ્યું હતું જેણે કિસાનોને ચિંતિત કર્યા હતા. ભુજ તાલુકાના બન્ની વિસ્તાર, રાપર અને ભચાઉ તાલુકામાં માવઠાથી અડધાથી દોઢ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે સતત બીજા દિવસે માહોલ એકાએક ગોરંભાયો હતો.

ચોબારીમાં વીજળી ત્રાટકી
ચોબારીમાં વીજળી ત્રાટકી

બપોરે 3થી 4 વાગ્યા સુધીમા ગાજવીજ સાથે 1થી દોઢ ઇંચ વરસાદ પડતા શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. ઢોરીમાં બપોરે 3.30ના અરસામાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડતાં કિસાનો ચિંતિત બન્યા હતા. અનેક ખેડૂતોને એરંડા કાઢવાના બાકી હતા તે તેમજ ખરામાં પડેલા મોલને નુક્સાન થયું હતું. ઉગમણી બન્નીના લાખોબો, બેરડો, રૈયાડો, ઉમેદપર સહિતના ગામોમાં પણ કરા સાથે પાણી વરસ્યું હતું જ્યારે લોડાઇ અને આસપાસના ગામોમાં માત્ર છાંટા પડ્યા હતા. તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારમાં પણ બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું અને તોફાની પવન સાથે અડધો કલાક સુધી પાણી વરસ્યું હતું.

મોખાણા
મોખાણા

રાપરમાં ભારે ઉકળાટ વચ્ચે બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. માલી ચોક, સલારી નાકા, આથમણા નાકા વિસ્તારમા પાણી વહી નીકળ્યા હતાં. બજાર સમિતિ અને ખેતરોમા તૈયાર પાકમા નુકસાનીની ભીતિ ખેડૂતો અને વેપારીઓએ વ્યક્ત કરી હતી. પાવર પટ્ટીના નિરોણા, ઓરીરા, હરીપુરા ગામે છાંટા પડ્યા હતા.

સુમરાસર શેખ
સુમરાસર શેખ

ચોબારીમાં નવા નકોર ઘર પર વીજળી પડી
ભચાઉ તાલુકાના ચોબારીમાં સાંજે ચાર વાગ્યે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગામના નામોરી સવાભાઇ આહિરના નવા મકાન પર વીજળી પડતાં ઝુલાનો બિંબ તૂટી ગયો હતો. મકાનમાં પરિવાર રહેવા જાય તે પહેલાં જ દુર્ઘટના ઘટી હતી જેને લઇને કોઇ જાન હાનિ થઇ ન હતી પણ વીજળીના કડાકાથી ભયનું લખલખું પ્રસરી ગયું હતું.
ભુજ-કંડલા (એ)માં ગરમી બરકરાર
ભુજમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે મહત્તમ 40 અને કંડલા એરપોર્ટ મથકે 40.2 ડિગ્રી સાથે ગરમી બરકરાર રહી હતી. કંડલા પોર્ટ ખાતે 38.1 તો નલિયામાં 35.4 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન અમદાવાદના હવામાન વિભાગે કચ્છમાં સોમવાર સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છૂટા છવાયા સ્થળે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો