તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને લઇને ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 13 છે, જેથી ગુરુવારે જિલ્લા પંચાયતમાં 11, તાલુકા પંચાયત માટે 51 અને નગરપાલિકા માટે 15 લોકો મળી કુલ 77 ઉમેદવારે નામાંકન પત્રકો ભરતાં કુલ આંકડો 94 પર પહોંચ્યો હતો. સોમવારથી શનિવાર સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે, જો કે, જિલ્લા પંચાયતમાં ખાતું ખુલતાની સાથે ગુરુવારે 11 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું, જેમાં નાની ચીરઇ, ફતેહગઢ, ખેડોઇ, મેઘપર બોરિચી, પાનધ્રો અને રતનાલ બેઠક કોંગ્રેસના ઉમેદવારોએ તેમજ દયાપર બેઠક પર કોંગ્રેસ અને બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારે નામાંકન પત્રક ભર્યું હતું.
જિલ્લા પંચાયતની 40 બેઠકો પૈકી 7 બેઠકો પર ઉમેદવારી માટે ખાતું ખુલ્યું હતું. ભુજ, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા-બારોઇ અને અંજાર નગરપાલિકા પૈકી માત્ર ગાંધીધામ અને મુન્દ્રા-બારોઇ નગરપાલિકાઓના અમુક વોર્ડમાં જ ઉમેદવારી પત્રકો ભરાયા છે. ગાંધીધામ પાલિકામાં મંગળવારે 4, બુધવારે 8 અને ગુરુવારે 13 મળી કુલ 25 અને બે મુન્દ્રા-બારોઇના મળી અત્યાર સુધી 27 ફોર્મ ભરાયા છે. ગાંધીધામ પાલિકામાં એક બેઠક પર અપક્ષ ઉમેદવાર સિવાય બાકીની બેઠકો પર આપ દ્વારા નામાંકન પત્રક ભરાયા છે.
ઉપરાંત મુન્દ્રા-બારોઇ પાલિકાના વોર્ડ નં.1 અને 6માં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ જમા કરાવ્યું છે. જિલ્લાની દસ તાલુકા પંચાયતો પૈકી રાપર તાલુકામાં બુધવાર બે અને ગુરુવારે વધુ 7 મળી કુલ 9 ફોર્મ ભરાયા છે, જેમાં આડેસર બેઠક પર અપક્ષ, ફતેહગઢમાં કોંગ્રેસ, અપક્ષ અને બાલાસર, બેલા, ચિત્રોડ, ગેડી અને જાટાવાડા બેઠક પર કોંગ્રેસી ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.
ભુજમાં બુધવારે બેઠક પર ઓનલાઇન ફોર્મ ભરાયું હતું. અબડાસા તાલુકાની ભાનાડા, નલિયા બેઠક પર કોંગ્રેસ, નખત્રાણા તાલુકામાં બુધવારે 2 અને ગુરુવારે 4 મળી 6 નામાંકન પત્રકો ભરાયા છે. ગુરુવારે કોટડા જડોદર બેઠક પર કોંગ્રેસ,અપક્ષ, વડવા કાયામાં કોંગ્રેસ અને વંગમાં અપક્ષ ઉમેદવાર તેમજ ભચાઉ તાલુકા પંચાયતની આધોઇ-1 અને 2 તેમજ શિકારપુર બેઠક પર કોંગ્રેસી ઉમેદવારે નામાકન ભર્યું હતું.
અંજાર તાલુકા પંચાયતમાં 20, લખપત તાલુકામાં 15ની ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
ગુરુવારે અંજાર તાલુકા પંચાયતમાં 20 અને લખપત તાલુકા પંચાયતમાં 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તાલુકાની ભુવડ, ચાંદ્રાણી, ધમડકા, દુધઇ, ખેડોઇ, ટપ્પર, તુણા અને વીરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે નામાંકન ભર્યું હતું. ગુરુવારે 20 બેઠકો પર ફોર્મ ભરાયા હતા. ઉપરાંત લખપત તાલુકા પંચાયતની કપુરાશી બેઠક પર આપ અને બરંદા, નાની છેર, ગુનેરી, નારાયણ સરોવર, પાનધ્રો-1, પાનધ્રો-2, પાનધ્રો-3 સહિતની બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
ત્રણ તાલુકા પંચાયતમાં હજુ ખાતું ન ખુલ્યું
દસ તાલુકા પંચાયતો પૈકી માંડવી, મુન્દ્રા અને ગાધીધામ તાલુકા પંચાયતની બેઠકો પર હજુ સુધી એકપણ ઉમેદવાર દ્વારા નામાંકન પત્રક ભરાયું નથી, જેથી શુક્ર, શનિવારના ઉમેદવારી પત્રકો ભરવા માટે રાફડો ફાટશે.
રાપરમાં નામાંકન વખતે કલેક્ટરના જાહેરનામાનો ભંગ
તાજેતરમાં કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી સરઘસ, રેલી, ધરણા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે રાપરમાં કોંગ્રેસ દ્વારા નામાંકન વખતે તેનો છેડ ઉડાડી દેવાયો હતો. રાપરની રાડા કચેરીએ ચૂંટણી અધિકારી કિરણસિંહ વાઘેલા સમક્ષ ગુરુવારે રાપર તાલુકાની ફતેહગઢ જિલ્લા પંચાયતની બેઠક, તાલુકા પંચાયતની બાલાસર,બેલા,ફતેગઢ,ગેડી, જાટાવાડા, ચિત્રોડ બેઠક માટે પણ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા માટે ગયા હતા. જો કે, ભાજપ કરતા પહેલા કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરતાં ઉમેદવારી નોંધાવતી વખતે મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ, કાર્યકરો ઢોલના તાલે ઉમટી પડી સરઘસ રૂપે આવ્યા હતા અને નામાંકન ભરી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.
શિકારપુર બેઠક પર ભાજપમાંથી 1 મતે હારેલાએ દાયકા બાદ કોંગ્રેસમાંથી ફૉર્મ ભર્યું
ગુરુવારના ભચાઉ તાલુકા પંચાયતની ત્રણ બેઠક પર રાજકીય પક્ષો ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, જો કે, શિકારપુર બેઠક પર ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા ઉમેદવારે નામાંકન પત્રક ભર્યું છે. ભચાઉની તાલુકા પંચાયતની શિકારપુર બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફે ફોર્મ ભરનારા રામજી જગાભાઈ ગાંધી પટેલ કે, જેઓ દસ વર્ષ પહેલા ભાજપમાં રહીને કોંગ્રેસના ભરત ઠક્કરની સામે માત્ર એક મતે જ હાર મેળવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.