તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર અને પત્ની પ્રજ્ઞા (પોસ્ટ એજન્ટ) દ્વારા પોસ્ટ કર્મીઓ મારફતે આચરેલી નાણાકીય ગેરરીતિનો આંક 8.25 કરોડથી વધુનો છે પરંતુ ભૂંડી રાજકીય ભૂમિકાથી આ આંકડો લાખોમાં ખપાવાય તો નવાઇ નહીં.રાવલવાડી પોસ્ટ ઓફિસ કૌભાંડમાં બુધવારે મુખ્ય ભેજાબાજ સચિન ઠક્કર, પ્રજ્ઞા ઠક્કર અને પોસ્ટ કર્મીઓ બિપીનચંદ્ર રાઠોડ અને બટુક વૈષ્ણવ સામે 34,58,179 સરકારી નાણાની ઉચાપતનો ગુનો નોંધાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ માસ્ટર માઇન્ડ સચિન ઠક્કરે અગ્રગણ્ય ધારાશાસ્ત્રીઓ, વેપારીઓ સહિત આર્થિક રીતે સધ્ધર લોકોની મોટી રકમ ઉસેડી લીધી હોવાના હેવાલ મળી રહ્યા છે. આ પ્રકરણમાં ટપાલ વિભાગ દ્વારા હજુપણ તપાસ ચાલી રહી છે પરંતુ સૂત્રોનું માનીએ તો જિલ્લાના એક મોટા ગજાના રાજકીય અગ્રણીના હસ્તક્ષેપથી રિકવરીના બહાના હેઠળ કરોડોના કૌભાંડને લાખોમાં ખપાવાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
ફોજદારીના બીજા દિવસે 4 પૈકી એકની પણ ધરપકડ નહીં
ટપાલ વિભાગના ઇતિહાસમાં ગુજરાતમાં સૌથી મોટા ગણાતા આ કૌભાંડમાં બુધવારે 34.58ની ઉચાપત સાથે ફોજદારી નોંધાવાઇ હતી. જો કે, ફોજદારીના બીજા દિવસે પણ ચાર આરોપીઓ પૈકી એક પણ આરોપીની ધરપકડ થઇ ન હતી. વધુમાં બે સબ પોસ્ટ મસ્તારો ગુરુવારે સવારે પોલીસ સમક્ષ સામેથી હાજર થવાના હતા પરંતુ તેઓ પણ હાજર થયા ન હતા. સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે પોલીસે પોસ્ટ ઓફિસના કર્મી ધર્મેન્દ્ર ગોંડેલાને બોલાવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.