તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઊપાય:‘સ્તન કેન્સરથી ડરવાની જરૂર નથી, પણ અવગણશો નહિ’

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ બ્રેસ્ટ કેન્સર માસ નિમિત્તે ભુજની મેડિકલ કોલેજનો સંદેશ

વિશ્વમાં ઓક્ટોબરની સ્તન કેન્સર જાગૃત માસ તરીકે ઉજવણી કરાય છે, ભુજની ત્યારે અદાણી સંચાલિત મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોએ જણાવ્યું છે કે, આ કેન્સરના કોઈપણ લક્ષણ દેખાય તો તેને વગણવાની ભૂલ કરવા જેવી નથી કારણ કે, વિશ્વમાં દર ૧૦ મિનિટે બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે 13.80 લાખ નવા કેસો આવે છે, અને 4.58 લાખ મહિલાના મૃત્યુ પણ થાય છે.પ્રારંભિક સંકેતો જેવા કે, સ્તનમાં દુ;ખાવો થવો, ગાંઠ જેવું લાગે, અને નીપલમાંથી સ્ત્રાવ આવતો હોય તેવું લાગે તો તુરંત જ ડોકટરની સુચનાનુસાર મેંમોગ્રામ કરાવી લેવું જોઈએ. આ પ્રક્રિયા સરળ છે અને પીડારહિત છે. જો મેમોગ્રામમાં ગાંઠ (ગઠ્ઠો) જણાય તો વધુ ચકાસણી માટે બાયોપ્સી કરાવી કેન્સર છે કે નહિ તેનું પાકું નિદાન થઇ જાય છે. કેન્સર હોય તો પણ ગભરાવાની જરૂર નથી.

પ્રારંભિક તપાસ એ જીવન બચાવનાર છે. એક સાદા પરેશનથી ગઠ્ઠો દુર કરવામાં આવે છે. કોમ્યુનીટી રોગ વિભાગના હેડ ડો. ઋજુતા કાકડે તથા એસો.પ્રો. ડો. વાસુદેવ રોકડેએ કેન્સર થવાના કારણ અંગે જણાવ્યું કે પાશ્ચાત્ય જીવનશૈલી અપનાવવાના કારણે આ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. મોટા ભાગના મોત જાગૃતિના અભાવને કારણે થાય છે મને કઈ જ નથી થવાનું આવી માન્યતામાંથી જાતને દુર રાખવામાં આવે અને તપાસ કરાવાય તો સ્તન કેન્સરને દુર કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો