તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:પ્રાગસર તળાવમાં બાંધકામ નહીં, સમાહર્તા, કલેક્ટરે જ મંજૂરી આપી છે : નગર પ્રમુખ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજની સંસ્થાઓએ રજૂઆત કરતાં મળ્યો વિરોધાભાસી જવાબ !

ભુજના પ્રાગસર તળાવમાં પાલિકા દ્વારા નિર્માણ પામનારી મટન માર્કેટ અને રેન બસેરાને લઇને ભુજની સંસ્થાઓએ આ બાંધકામને પરવાનગી ન આપવા કલેક્ટર તેમજ નગર પ્રમુખને અલગ અલગ રજૂઆત કરી હતી જેમાં વિરોધાભાસી જવાબો મળ્યા હતા. કલેક્ટરે જો બાંધકામ કરાશે તો પગલાં ભરાશે તેમ કહ્યું હતું જ્યારે પાલિકા પ્રમુખે ખુદ કલેક્ટરે જ તેની મંજૂરી આપી હોવાનું જણાવતાં હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું.શહેરના જળાશયો માટે કાર્યરત જળ સ્રોત સંવર્ધન સમિતિની સાથે અન્ય સંસ્થાઓએ ત્રણ-ચાર દિવસ પહેલાં કલેક્ટર સમક્ષ તળાવમાં કોઇપણ પ્રકારનું બાંધકામ ન કરવાની રૂબરૂ રજૂઆત કરી હતી. સંસ્થાઓના દાવા મુજબ સમાહર્તાએ જો કોઇપણ બાંધકામ કરાશે તો કાયદેસર કાર્યવાહી કરાશે તેમ લેખિતમાં જવાબ આપ્યો હતો.

કલેક્ટરની લેખિત બાંહેધરી સાથે શુક્રવારે નગર પ્રમુખ અને ચીફ ઓફિસરને સંસ્થાના હોદ્દેદારો અને કેટલાક જાગૃત શહેરીજનો રૂબરૂ રજૂઆત કરવા ગયા ત્યારે પાલિકા અધ્યક્ષે ખુદ કલેક્ટરે જ મંજૂરી આપતાં પ્રાગસર તળાવમાં મટન માર્કેટ અને રેન બસેરાના નિર્માણ માટે ખાત મુહૂર્ત કરી દેવાયાની સાથે વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે અને વડા પ્રધાનની કચ્છ મુલાકાત બાદ બાંધકામ શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું. આ વાતની પુષ્ટિ માટે નગર અધ્યક્ષા લતાબેન સોલંકીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે બે-ત્રણ માસ પહેલાં જ બાંધકામ માટેની મંજૂરી કલેક્ટરે જ આપીને જમીન ફાળવી છે.

જ્યારે કલેક્ટરનો જવાબ જાણવા વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમનો મોબાઇલ નો રિપ્લાય આવતાં હકીકત શું છે તે જાણી શકાયું ન હતું. દરમિયાન જો બાંધકામ થશે તો સંસ્થાઓ દ્વારા જળાશયોમાં કોઇ પણ પ્રકારનું બાંધકામ ન કરવા માટે હાઇકોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને જાહેર હિતની અરજી કરવામા આવશે તેમ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો