તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

યાયાવર પક્ષી:કોઇ સરહદ ના ઇન્હે રોકે... છારીઢંઢ યાયાવર પક્ષીઓને આવકારવા માટે બન્યું સજ્જ

નાના અંગિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ પોતાની ભૌગોલિક વિવિધતાના કારણે જગવિખ્યાત છે. જૈવ સંપદા પણ કચ્છની વિશિષ્ટ છે. શિયાળામાં દુનિયાભરમાંથી યાયાવર પક્ષીઓ અહીં આવે છે. નખત્રાણાથી 30 કિલોમીટર દૂર આવેલા “છારી ઢંઢ”ને પણ યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2008માં સંરક્ષિત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. 22700 હેકટર જેટલા વિસ્તારને છારીઢંઢ જળપ્લાવિત વિસ્તાર તરીકે આંકવામાં આવેલું છે. આ વર્ષે શ્રીકાર વરસાદના કારણે રણ પ્રદેશ તરફ વહેતી નદીઓના મબલખ પાણી છારીઢંઢ વિસ્તારમાં ઠલવાયા છે. ત્યારે આ જગ્યાએ વિપુલમાત્રામાં ઘાસ ઉગી નીકળ્યા છે, જેના કારણે યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે લાખોની સંખ્યામાં આવનારા દિવસોમાં આ સ્થળની મુલાકાત લેશે. છારીઢંઢની પશ્ચિમ બાજુએ આવેલા અને પ્રાકૃતિક સંપદા થી ભરપુર “કીરો” ડુંગરની તળેટીમાં પાંચથી છ જેટલા તળાવો આવેલ છે.

ફુલાય ગામના અગ્રણી દોલતખાન મુતવાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ જગ્યાએ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે. હાલમાં કચ્છના ઘણા બધા વિસ્તારોમાં પવન ચક્કીઓની મંજૂરી આપવામાં આવે છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોરના અકસ્માતે મૃત્યુ થતાં હોય છે. ત્યારે આ વિસ્તારમાં પવન ચક્કીઓને ક્યારે પણ મંજૂરી ન આપવામાં આવે. જેથી કરીને આ ક્ષેત્ર યાયાવર પક્ષીઓ માટે આરક્ષિત ક્ષેત્ર બની રહે. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરીએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં આ વિસ્તારની દેખરેખ અને જરૂરી સવલતો માટે સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સાથે સાથે તેમણે ખાસ જણાવ્યું હતું કે, પક્ષીઓ ખુબ જ સંવેદનશીલ હોય છે. આ જગ્યાએ માનવ જાતની વિપુલ માત્રામાં ચહલ પહલના કારણે પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન થાય એ માટે યોગ્ય તકેદારી રાખવી એ આપણી નૈતિક ફરજ બને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો