રાહત:આદિપુર અને મુન્દ્રાની હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થયેલા નવ દર્દીને રજા અપાઇ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલા દર્દીઓ પૈકી 7 તેમજ મુન્દ્રાની એલાયન્સ હોસ્પિટલમાં 2 દર્દી સ્વસ્થ થઇ જતાં તેમને રજા આપવામાં આવી હતી. આ તમામને 28 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામા આવશે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના દર્દીને શરદી, ઉધરસ કે તાવ સહિતના કોઇ લક્ષણો ન હતા પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

કોડાયમાં સાજા થયેલા દર્દીનું સ્વાગત કરાયું 
માંડવી તાલુકાના કોડાય પુલના મહાવીર નગરમાં યુવાનનો 17 કોરોના  પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. બુધવારે આ દર્દી  કોરોના મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વગૃહે પરત ફરેલા યુવાનનું મહાવીર નગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ડો.મંજુબેન જાડેજા, સંજય માકાણી, પી.એમ.ઠક્કર સહિત આરોગ્યની ટીમ હાજર રહી હતી. 

વધુ 127 લોકોના સેમ્પલ લેવાયા
કચ્છમાં અત્યાર સુધી 2350 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા છે જે પૈકી 127 કેસના રિપોર્ટ આવવાના બાકી છે. હાલમાં 44 એકટિવ પોઝીટીવ કેસ સારવાર તળે છે. બુધવાર સાંજે 6 વાગ્યે પૂરા થયલા 24 કલાક દરમિયાન વધુ 5686 લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. 

15 હજારથી વધુ લોકો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત
કચ્છમાં અત્યાર સુધી 31360 વ્યકિતઓને હોમ કવોરન્ટાઇન કરાયા હતા. જેમાંથી 15303લોકોએ 14 દિવસનો પીરિયડ પૂર્ણ કર્યો છે.જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 304 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં 205 શંકાસ્પદ વ્યકિતઓમાંથી 154ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૫૦ દર્દી એડમીટેડ છે.  કુલ 2531 ઈન્સ્ટીટયુશનલ કવોરન્ટાઇન વ્યવસ્થા છે. જેમાંથી 203ને મુકત કરયા છે. હાલે 2213 લોકો સંસ્થાકીય નિગરાની હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...