તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નિખિલ દોંગા સહિત સાગરીતો શુક્રવાર સુધી પોલીસ રિમાન્ડ પર; ભુજમાં કુખ્યાત ગુંડાના ભાગવાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

ભુજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

જી. કે. જનરલ હોસ્પિટલમાંથી કુખ્યાત ગેંગસ્ટર નીખીલ દોંગા અને તેના સાગરીત ઉતરાખંડના નૈનીતાલમાંથી પકડાયા બાદ પોલીસે તમામને રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. કોર્ટ તરફથી શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર થતા અનેક કોયડા જેવા સવાલો પરથી રિમાન્ડ દરમિયાન પડદો ઉચકાશે તેવી શકયતા સેવાઇ રહી છે.

શનિવારે કાર્યવાહી હાથ ધરી હતી
29મી માર્ચના જી.કે. જનરલ હોસ્પિટલથી ભાગી છુટેલા ગુજસીટોકના ગેંગસ્ટર એવા નિખિલ ઉર્ફે નીકુંજ રમેશભાઇ દોંગા (લેવા પટેલ), અને તેના સાગરીતો સાગર કિશોરભાઇ કયાડા (લેવા પટેલ), શ્યામલ બીપીનભાઇ દોંગા, રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવીયાને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલ નજીકના રિસોર્ટમાંથી પશ્ચિમ કચ્છ પોલીસ અને રાજકોટ રૂરલ પોલીસની જુદી જુદી ટીમોએ પકડી પાડી શનિવારે વિધિવત ધરપકડ કરી હતી.

કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
તો એ પૂર્વે અન્ય બે આરોપી ભરત જવેરભાઇ રામાણી અને આકાશ વિનુભાઇ આર્યની અટકાયત કરી હતી. તમામ આરોપીના કોર્ટે શુક્રવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે તપાસનીશ ડીવાયએસપી જે. એન. પંચાલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, શુક્રવાર બપોરે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. તપાસમાં અનેક સવાલો પરથી પડદો ઉંચકાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો