તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Nikhil Donga, A Notorious Fugitive From Kutch Police Custody, Was Nabbed From Uttarakhand And Escaped From Bhuj Hospital Three Days Ago.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સકંજામાં નિખિલ:કચ્છ પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલો કુખ્યાત નિખિલ દોંગા ઉત્તરાખંડમાંથી ઝડપાયો, ભુજ હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પહેલા ફરાર થયો હતો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નૈનિતાલની હોટલમાંથી દોંગાને પોલીસે ઝડપી પાડ્યો

ભુજની જનરલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ઉત્તરાખંડના નૈનિતાલથી ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. કચ્છની પાલારા જેલમાં બંધ નિખિલ દોંગાની તબિયત લથડતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. દોંગા અહીંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો.

ભુજ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો નિખિલ દોંગા
ભુજ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો નિખિલ દોંગા

ભુજની હોસ્પિટલમાંથી કુખ્યાત આરોપી ફરાર થતા જ ખળભળાટ મચ્યો હતો. નિખિલને ઝડપી પાડવા માટે પશ્ચિમ કચ્છ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે હોસ્પિટલના સીસીટીવીથી લઈ અલગ અલગ વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. ત્રણ દિવસ બાદ અંતે પોલીસને નિખિલ સુધી પહોંચવામા સફળતા મળી છે. ઉત્તરાખંડના નૈનિતાલમાંથી દોંગા ઝડપાતા તેને ભુજ લાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે
નિખિલ દોંગાની ગેંગ સામે 117 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી સામે ગુજસીટોકનો પણ ગુનો નોંધાયેલો છે. તેમ છતાં પોલીસ જાપ્તામાંથી આરોપી આસાની ફરાર થઈ જતા પોલીસ જાપ્તાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. નિખિલની પૂછપરછમાં તેને ભાગવા માટે અન્ય કોણે કોણે મદદ કરી તે અંગે પણ ખુલાસો થઈ શકે છે. મહત્વનું છે કે, નિખિલ દોંગા કચ્છ પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા બે પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરી દેવામા આવ્યા હતા.

નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે
નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, નરેશ સિંધવ સામે 3 ગુના નોંધાયા છે.

નિખિલ દોંગા ગેંગ સામે 117 કરતા વધુ ગુનાઓ
નિખિલ દોંગા ગેંગ સામે 117 કરતા વધુ ગુનાઓ

નિખિલ દોંગા અને તેની ટોળકી ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંજામ આપતા
નિખિલ દોંગા અને તેની ટોળકીદ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન પહોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય 6 લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે. 19 વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર 14 જેટલા ગુના નોંધાયેલા છે.

ગેંગના સાગરીતોને અલગ અલગ જેલમાં મોકલાયા હતા
નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરીતો ગોંડલ જેલમાં બંધ હોવા છતાં પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરીતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.

નિખિલ દોંગા ગેંગ જેલમાં બેસી ગુનાખોરીનું નેટવર્ક ચલાવતી
નિખિલ દોંગા ગેંગ જેલમાં બેસી ગુનાખોરીનું નેટવર્ક ચલાવતી

બે મહિનામાં પોલીસ જાપ્તામાંથી કેદી ભાગવાની ચોથી ઘટના
ભુજ પોસ્ટના કરોડોના ઉચાપતના કેસમાં મુખ્ય આરોપી સચિન ઠકકર પોલીસ લોકઅપમાંથી ફરાર થયા બાદ ભુજ જેઆઇસીમાં રહેલ પ્રતિબંધક પોલીસ જાપ્તા વચ્ચેથી નાસી ગયો હતો. જ્યારે અંજારના કેદીને ભુજ મેન્ટલ હોસ્પિટલમાં લવાયા બાદ પોલીસ પર હુમલો કરી આરોપી ભાગી ગયો હતો. બાદમાં પલારા જેલમાં રહેલા આરોપીને જી.કે.માં દાખલ કરાયા બાદ પોલીસ ચકમો આપી ફરાર થઇ જતાં પશ્ચિમ કચ્છ પોલીસ માઠી દસા બેઠી હોય તેમ બે માસમાં ચાર-ચાર કેદી ભાગી જવાના બનાવતાં કાયદાના રક્ષકો પર કાળી ટીલી લાગી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો