તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Nikhil Donga, A Jailed Gangster And Accused Of Gujsitok Crime, Escaped From Bhuj General Hospital And Was Brought From Palara Jail For Treatment.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુખ્યાત આરોપી ફરાર:ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં પોલીસ જાપતામાંથી ફરાર, ગેંગ સામે નોંધાયા છે 117 કરતાં વધુ ગુના

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાની ફાઈલ . - Divya Bhaskar
ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાની ફાઈલ .
  • પોલીસ જાપતાની કામગીરી પર સવાલો ઊઠ્યા
  • ફરાર આરોપીને ઝડપવા પોલીસે નાકાબંધી કરી

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ કચ્છની પાલારા જેલમાં ખસેડવામા આવ્યો હતો. જેલમાં બંધ આરોપીની તબિયત લથડતાં ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાંથી ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસતંત્રમાં દોડધામ મચી છે.

ગોંડલ જેલમાં બેસી નિખિલ દોંગા ગેંગને ઓપરેટ કરતો.
ગોંડલ જેલમાં બેસી નિખિલ દોંગા ગેંગને ઓપરેટ કરતો.

કચ્છની પોલીસની કામગીરી સામે સવાલ
કચ્છ જિલ્લાની પોલીસના જાપ્તામાંથી ટૂંક સમયમાં જ એક બાદ એક ચાર આરોપીઓઓ ફરાર થઈ જતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભો થયો છે. પહેલા સચિન ઠક્કર, ત્યાર બાદ JICમાંથી બાંગ્લાદેશી, ભુજની મેન્ટલ હોસ્પિટલમાંથી ભચાઉનો એક કેદી અને હવે ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાં ફરાર થતા પોલીસ જાપ્તાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

નિખિલની ગેંગ સામે 117 કરતાં વધુ ગુનોઓ નોંધાયેલા છે.
નિખિલની ગેંગ સામે 117 કરતાં વધુ ગુનોઓ નોંધાયેલા છે.

નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે
નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, નરેશ સિંધવ સામે 3 ગુના નોંધાયા છે.

ગુજસીટોકના ગુનામાં ઝડપાયા બાદ પાલારા જેલમાં ખસેડાયો હતો.
ગુજસીટોકના ગુનામાં ઝડપાયા બાદ પાલારા જેલમાં ખસેડાયો હતો.

નિખિલ દોંગા અને તેની ટોળકી ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંજામ આપતા
નિખિલ દોંગા અને તેની ટોળકીદ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. આરોપીઓ ધાકધમકી આપી, માર મારી, મિલકત નુકસાન પહોંચાડતા અને મિલકત પચાવતા હોવાનું પણ સામે આવ્યું છે. નિખિલના સાગરીતો અને અન્ય 6 લોકો અનઅધિકૃત રીતે જેલમાં રહેતા હતા અને જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. પેરોલ જમ્પ કરી બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું છે. 19 વખત પેરોલ પર નિખિલ દોંગા બહાર આવ્યો છે અને તેના પર 14 જેટલા ગુના નોંધાયેલા છે.

ગેંગના સાગરીતોને અલગ અલગ જેલમાં મોકલાયા હતા
નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરીતો ગોંડલ જેલમાં બંધ હોવા છતાં પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરીતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.

નિખિલ અને તેની ગેંગનો ગુનાહિત ઇતિહાસ : 117 કેસ
નિખિલ રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢમાં ગેંગ ઓપરેટ કરીને ગુનાઓ આચરતા હતા. જેમાં વેપારીઓને ફસાવી નાણા વસૂલી માટે જેલ પર બોલાવી ધાકધમકી કરી હતી. તેની ગેંગ સામે ગુજસીકોટ સહિતની કલમ તળે ગુનો નોંધાયો હતો. તે ઉપરાંત ખંડણી ઉઘરાવવી, હત્યા, હત્યાના પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ સહિત 117 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમા બુટલેગર નિકુંજ સામે 15 ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.

બે મહિનામાં પોલીસ જાપ્તામાંથી કેદી ભાગવાની ચોથી ઘટના
ભુજ પોસ્ટના કરોડોના ઉચાપતના કેસમાં મુખ્ય આરોપી સચિન ઠકકર પોલીસ લોકઅપમાંથી ફરાર થયા બાદ ભુજ જેઆઇસીમાં રહેલ પ્રતિબંધક પોલીસ જાપ્તા વચ્ચેથી નાસી ગયો હતો. જ્યારે અંજારના કેદીને ભુજ મેન્ટલ હોસ્પિટલમાં લવાયા બાદ પોલીસ પર હુમલો કરી આરોપી ભાગી ગયો હતો. બાદમાં પલારા જેલમાં રહેલા આરોપીને જી.કે.માં દાખલ કરાયા બાદ પોલીસ ચકમો આપી ફરાર થઇ જતાં પશ્ચિમ કચ્છ પોલીસ માઠી દસા બેઠી હોય તેમ બે માસમાં ચાર-ચાર કેદી ભાગી જવાના બનાવતાં કાયદાના રક્ષકો પર કાળી ટીલી લાગી ગઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો