તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનું સંક્રમણ વધતાં આજે રાતથી અમલ:ભુજ અને ગાંધીધામમાં 30મી સુધી રાત્રિ કફર્યુ

ભુજ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કચ્છના શહેરોમાં કોરોના વકરતાં લોકડાઉન પૂરું થવાના છ મહિના પછી રાતની સંચારબંધી લદાઇ
 • રાત્રિના 8થી સવારે 6 સુધી બધું જ બંધ

કોરોનાની બીજી લહેર કચ્છના શહેરી વિસ્તારોમાં આક્રમક બની રહી છે ત્યારે લોકડાઉન ખુલ્યાના છ મહિના પછી ભુજ અને ગાંધીધામમાં બુધવારથી પુન: રાત્રિ કફર્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં કોવિડ-19ની પરિસ્થિતિ ગંભીર હોવાનું તારણ આપીને રાજ્યની વડી અદાલતે રૂપાણી સરકારને લોકડાઉન સહિતના કડક પગલા ભરવા મંગળવારે સવારે આપેલા આદેશ પછી રાત્રે ગુજરાતના ભુજ, ગાંધીધામ સહિત 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કફર્યુ લાગવાનો નિર્ણય જાહેર કરાયો છે.

આનો અમલ આજે બુધવારથી જ શરૂ થઇ જશે, એ સાથે આ બે મુખ્ય શહેરોની બજારો વહેલી જ બંધ થઇ જશે અને ફરી માર્ગો રાત્રે ભેંકાર બની જશે. જો કે, જિલ્લાના અન્ય શહેરો અને તમામ ગ્રામ્ય વિસ્તારમાં રાતની સંચારબંધી નહીં લદાતાં તેમજ ભુજ અને ગાંધીધામમાં પણ દિવસનું લોકડાઉન લાગુ નહીં થતાં નાગરિકોએ એટલા પૂરતો રાહતનો શ્વાસ લીધો છે.

બે શહેરોમાં આજે રાતથી તમામ માર્ગો, મોહલ્લાઓમાં પોલીસ ખડકાઇ જશે : બહાર નીકળ્યા તો કાર્યવાહી
ભુજ અને ગાંધીધામમાં મુખ્ય માર્ગો, સર્કલો તેમજ જુદા-જુદા વિસ્તારના વ્યૂહાત્મક પોઇન્ટ ઉપર બુધવારે રાતથી કફર્યુના નિયમના અમલીકરણ માટે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ જશે. જો કોઇ નિયમભંગ કરીને રાત્રે 8 વાગ્યા પછી મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય વ્યાજબી કારણ વગર રસ્તા પર ફરતા મળી આવશે તો તેની સામે અગાઉની માફક જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરાશે.

પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક સૌરભસિંઘે કહ્યું હતું કે, દિવસે માસ્ક સહિતના કોવિડના નિયમોના પાલન માટે પોલીસ સજ્જ રહેશે અને રાતથી કફર્યુના નિયમોનું કડકાઇથી પાલન કરાવાશે. આ માટે જુદી-જુદી ટીમોની રચના કરવામાં આવી છે. પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક મયૂર પાટીલે રાત્રે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર દુકાનદારોમાં જાગૃતતા લાવી સમયના નિયમોનું પાલન કરાવવામાં આવશે અને સમગ્ર પોલીસ વ્યવસ્થા દ્વારા કોરોનાકાળમાં નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય અને સંક્રમણ ઘટે તે માટે ઉચિત પગલા લેવામાં આવશે.

ગાંધીનગરથી સત્તાવાર નિર્ણય જાહેર, કચ્છનું તંત્ર આદેશની રાહમાં
દિવ્ય ભાસ્કરના ગાંધીનગર બ્યૂરોએ રાજ્ય સરકારના સત્તાવાર સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલ પ્રમાણે 20 શહેરોમાં રાત્રિ કફર્યુનો નિર્ણય લેવાઇ ગયો છે, જેમાં કચ્છના બે શહેર ભુજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. અલબત આ મામલે રાત્રે 10.30 કલાકે કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.ને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમે સત્તાવાર હુકમની રાહ જોઇ રહ્યા છીએ.

વીક એન્ડની રોનક મુરઝાશે
ભુજ અને ગાંધીધામના શહેરીજનોને ગત વર્ષે કોરોનાની પહેલી લહેર વખતે લદાયેલી પાબંદીઓની ન માત્ર યાદ તાજી થશે પરંતુ તેનું ફરી એકવાર અનુસરણ કરવું પડશે એટલું જ નહીં શનિ-રવિના રાત્રે ગરમીમાંથી છૂટવા બહાર નીકળી પડતા અને હોટેલ-રેસ્ટોરેન્ટમાં અત્યારે ખાણીપીણીની બિનદાસ્ત મોજ માણતા નાગરિકોએ હવેના વીક એન્ડમાં રાત્રે ઘરે જ બેસી રહેવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો