તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Night Curfew In Bhuj Gandhidham And Partial Lockdown Ineffective, 197% Increase In Cases In The District After Sanctions

કોરોનાનો કહેર યથાવત:ભુજ-ગાંધીધામમાં રાત્રી કર્ફ્યુ અને આંશિક લોકડાઉન બેઅસર ,પ્રતિબંધો બાદ જિલ્લામાં કેસોમાં 197%નો વધારો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના અધકચરા જાહેરનામાના લીધે શહેરોમાં સંક્રમણમાં કોઇ ફાયદો નહીં
  • પ્રતિબંધો પહેલા અઠવાડિયે ભુજમાં 50 અને ગાંધીધામાં 30 કેસો આવતા , હવે અનુક્રમે 250 અને 150 કેસ આવી રહ્યા છે

સરકારે કોરોનાને કાબુમાં લેવા ગત તા. 7/4થી ભુજ અને ગાંધીધામ સહિતના રાજ્યના શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલમાં મુક્યો છે. તો કચ્છમાં કલેક્ટરે ભુજ અને ગાંધીધામમાં જીવનજરૂરી સામગ્રી સિવાયની દુકાનો અને લારી-ગલ્લા પર પણ પ્રતિબંધ મુક્યો છે. જોકે રાત્રી કર્ફ્યુના અેક મહિના વિતિ ગયા બાદ પણ કમસેકમ ભુજ-ગાંધીધામમાં કેસોમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી.

બલકે રાત્રી કર્ફ્યુ બાદ જ કચ્છના કુલ કેસોમાં અધધ 197 ટકાનો વધારો નોંધાયો છે. ભુજ-ગાંધીધામમાં અનુક્રમે અઠવાડિયે અાવતા સરેરાશ 50-30 કેસોની સામે હાલ ભુજમાં અઠવાડિયે 250 અને ગાંધીધામમાં અંદાજે 150 કેસો અાવી રહ્યાં છે. અામ હાલ તો માત્ર વેપારીઅો અને નાના ધંધાધારીઅોને નુકસાન થઇ રહ્યું હોય તેવુ લાગી રહયું છે.

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં માર્ચ મહિનાથી કોરનાના કેસો વધવાના શરૂ થયા હતાં. બીજી લહેરની શરૂઅાત થતા રાજ્ય સરકારે તા. 7/4થી રાજ્યના મોટા શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં અાવ્યો હતો. રાત્રી કર્ફ્યુ કેટલો સફળ થશે તે અંગે ત્યારે પણ અનેક શંકાઅો ઊભી કરવામાં અાવી હતી. અા શંકાઅો સાચી પડી છે. તો બીજીબાજુ તા. 28/4 થી તો ભુજ અને ગાંધીધામમાં જીવન-જરૂરી સામગ્રી સિવાયની તમામ દુકાનો બંધ અંગેનું કલેકટરનું જાહેરનામુ અાવ્યું હતું.

માત્ર ભુજ અને ગાંધીધામ શહેરમાં જ દુકાનો, લારી-ગલ્લા બંધ રાખવામાંનુ કહેવામાં અાવ્યું હતુ. જેનો વિરોધ પણ વેપારી કરી રહ્યાં છે. કમસે કમ રાત્ર કર્ફ્યુ બાદ ભુજ અને ગાંધીધામમાં કોઇ ફરક પડ્યો નથી. ઉલ્ટાનું સંક્રમણ વધ્યું છે. કુલ કેસોની વાત કરવમાં અાવે તો તા. 6/4 સુધી કચ્છમાં કુલ 5185 કેસો હતાં. જ્યારે તા. 11/5 સુધી કચ્છમાં કુલ કેસો 10,221 થયા છે. અેટલે કે રાત્રી કર્ફ્યુ અને અને કલેક્ટરના અાંશીક લોકડાઉન બાદ કચ્છમાં કેસોમાં 197 ટકાનો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...