તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:ભુજ અને ગાંધીધામમાં 26મીથી એક કલાકના ઘટાડા સાથે રાત્રિ કફર્યૂ 10થી 6

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નમાં સંખ્યા 50થી વધારીને 100 વ્યક્તિની કરાઇ
  • હોટેલ, રેસ્ટોરેન્ટ રાત્રે 9 સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે
  • સિનેમાગૃહો, એડિટોરીયમ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

કચ્છમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકારે ભુજ અને ગાંધીધામમાં રાત્રિ કફર્યૂમાં કલાકના ઘટાડા સાથે તા.26-6થી રાત્રે 10થી 6 વાગ્યા સુધી કફર્યૂ રહેશે. ઉપરાંત દુકાન, લારી, ગલ્લા, રેસ્ટોરેન્ટ વગેરે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. તા.27-6થી તમામ વ્યવવસાયો ખુલશે.

સરકારની કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ ભુજ, ગાંધીધામ સહિત રાજ્યના 18 જિલ્લામાં કફર્યૂ યથાવત રહ્યો છે જો કે, તેમાં અેક કલાકનો ઘટાડો કરાયો છે. 26મીથી ભુજ અને ગાંધીધામમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. ઉપરાંત હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી અને વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

સમગ્ર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં 100 લોકો, અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. સામાજિક, રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકા લોકોને મંજૂરી અપાઇ છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જિલ્લાના સિનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. વધતી જતી છૂટછાટ વચ્ચે હવે લોકો કોરોનાને ભૂલી ગાઇડલાઇનનું પાલન કરતા નથી, જે ખતરનાક સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...