તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નાઇજિરિયન ગેંગની ચીટરનો નાગપુરથી પોલીસે કબજો લીધો, ભુજમાં મહિલાના એક બેંક ખાતામાં 21 લાખ રૂપિયા જમા થયા હતા

ભુજ, નાગપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાગપુર પોલીસે કયા ગુનામાં ઠગ મહિલાનો કબજો સોંપ્યો તે વિગતો પરથી પડદો ઉંચકાયો નથી

નાઇજિરિયન ગેંગના સભ્યોની નાગપુરથી અન્ય રાજ્યોની પોલીસે કબજો લઇ ધરપકડ કરી હતી. સાયરા અલ્વિરસને ગુજરાત રાજયની ભુજ પોલીસ કબજો લઇ આગળની તજવીજ હાથ ધરી હોવાનું નાગપુરના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જો કે, ભુજની કઇ પોલીસે કયા ગુનામાં અટકાયત કરી તેના પરથી પડદો ઉંચકાયો નથી.

ઓગસ્ટ 2020 માં નાગપુર શહેરની સાયબર પોલીસે ગેંગના 5 સભ્યોને દિલ્હીથી ધરપકડ કરી હતી. તેમાં દિલ્હીના સુજિત દિલીપ તિવારી (25), મિશેલ સ્કોટલ્સ કોલી (23), ઇડુ ડોલર ઉકેકે (32), ઇમુ સુન્દુ એડુદયકે (32), કેલ્વિન નેકે (29) નો સમાવેશ થાય છે. તેમની પુછતાછ પરથી સાયબર ક્રાઇમ પોલીસ સાયરા અલવારીસને ગોવાથી પાંચ દિવસ બાદ ધરપકડ કરી હતી અને બાદમાં નાગપુર લઈ ગઇ હતી. તમામ આરોપીઓ નાગપુરની સેન્ટ્રલ જેલમાં બંધ હતા. આ ગેંગે જૂન-જુલાઈ 2020 માં દિલ્હીના નાગપુર શહેરની એક નિવૃત્ત નર્સને 41.70 લાખ રૂપિયામાં છેતરી હતી.

આ કેસમાં આ લોકોને નાગપુરની સાયબર પોલીસે ધરપકડ કરી હતી. તેની મહત્વની ભૂમિકા હતી તે સમયે આ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ગોવામાં રહેતી સાયરા અલ્વિરસના ભુજમાં એક બેંક ખાતામાં 21 લાખ રૂપિયા જમા થયા હતા, એ રૂપિયા કોણે જમા કરાવ્યા અને ફોજદારી દાખલ થઇ હતી કે કેમ તે અંગે હજુ કોઇ ફોડ પડયો નથી. તો કે, એવો આરોપ છે કે સાયરા નાઇજિરિયન ગેંગનો સક્રિય સભ્ય પણ છે.

વિદેશમાં નોકરી અને લોટરીમાં ગિફ્ટ આપવાનું વચન
કેનેડામાં 41.70 લાખ રૂપિયામાં નોકરી મેળવવા માટે નાઇજિરિયન ગેંગે શહેરની નિવૃત્ત નર્સને ઠગી લીધી હતી. આ ચીટરો દિલ્હીના ચંદ્ર વિહાર વિસ્તારથી ગેંગને ચલાવતો હતા. આમાંના ઘણા નાઇજીરીયાઓ બનાવટી બેંક એકાઉન્ટ્સ અને સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. કેટલાક આરોપીઓને તે સમયે મુંબઇમાં પણ સિમકાર્ડ નોંધણી કરાવવાની માહિતી મળી હતી. નાઇજિરિયન ગેંગના સભ્યો સુજીત તિવારી જેવા ભારતીયોને બનાવટી બેંક ખાતા ખોલવા અને લોકોને છેતરવા માટે ઉપયોગમાં લેતા હતા. બદલામાં, ભારતીયોને 5-10% કમિશન આપવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો