તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:વૃધ્ધને પરણેલી નવોઢા અને 8 સાગરિતો 2 લાખના દરદાગીના લઇ નવ દો ગ્યારા

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના દસમા દિવસે જ વિશ્વાસઘાત સાથે ઠગાઇ કરી
  • ભુજના દલાલ, પરણિતાના માતા, બેન, કાકા સહિતના સામે કેસ દાખલ

શહેરના ડીપી ચોક, કેમ્પ વિસ્તારમાં રહેતા 64 વર્ષિય વૃધ્ધને ભુજના જ વચેટીયા સહિત સુરત, અંકલેશ્વર, ભરૂચની ટોળકીએ લગ્નની લાલચ આપી 2.9 લાખના દરદાગીના પડાવી લઇ નવોઢા દસ દિવસમાં ફરાર થઇ જતાં નવ આરોપી વિરૂધ છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો બી-ડિવિઝનમાં દાખલ કરાયો છે.

ગત દસ માર્ચના ફરિયાદી રામજીભાઇ રવજીભાઇ શીયાણીને ભુજના રઘુવંશીનગરમાં રહેતા રાજુભાઇએ લગ્ન કરવા અંગે પુછી તેમની નજરમાં એક છોકરી છે તેવું કહીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે લઇ ગયા હતા. જ્યાં બેલાબેન વસાવા ઘરે ગયા હતા. જ્યાં અંકલેશ્વરના રમેશ મરાઠા, વિનોદ એમ કટારીયા, ભરૂચના આર.એલ.રાજભર, અને જેની સાથે લગ્ન કરાવવાના હતા તે કોસંબા(સૂરત)ના માયાબેન વસંત વાનખેડે, અને તેની માતા તેમજ કાકા બેલાબેનના ઘરે હાજર હતા. જેઓએ ફરિયાદીના લગ્ન માયબેન સાથે કરાવી આપવા માટે 2 લાખની શરત રાખી હતી. બાદમાં ફરિયાદી અને માયાબેન વચ્ચે બાહેધરી પત્રપર સહિ કરાવીને ફરિયાદીએ આપેલા રૂપિયાની ફરિયાદીની હાજરીમાં ભાગબટાઇ કરી લીધી હતી.

બાદમાં ભુજ ફરિયાદીના ઘરે આવીને બન્ને જણાઓના લગ્ન કરાવી આપ્યા હતા. ફરિયાદીએ નવવધુ માયાબેનને ચાંદીનું મંગલસૂત્ર, ચેઈન, કડલા, વીંટી સહિતના દાગીના આપ્યા હતા. દરમિયાન, દસ દિવસ બાદ 24 માર્ચેના બપોરે પરણિતા ગાયબ થઇ જતાં રામજીભાઇએ ફોન કર્યો હતો. ત્યારે પરણિતાએ હુ મારા ઘરે પહોંચી ગઇ છું પરત આવવાની નથી અને તામરા રૂપિયા કે દાગીના પરત મળશે નહી તેવું કહેતાં રામજીભાઈ છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

પ્રસંગમાં હાજર રહેલ આરોપીઓના ફોટા સાથે નોંધાવી ફરિયાદ
આરોપીઓ ભુજ આવીને બન્ને જણાને ફૂલહા૨ પહેરાવી લગ્ન કરાવ્યાં હતા તે સમયના ફોટા સાથેના આધારપુરાવા સાથે પોલીસ મમક્ષ ફરિયાદીએ રજુ કરી ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પુરાવાઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...