કામગીરી:નવનિયુક્ત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખની કચ્છમાં લટાર

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવા હી સંગઠન કાર્યક્રમ હેઠડ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી અાપી
  • રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોઈ ચૂપચાપ પ્રવાસ ખેડ્યો

કચ્છમાં શનિવારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ પ્રશાંત કોરાટે સેવા હી સંગઠન કાર્યક્રમ અંતર્ગત પ્રથમ વખત મુલાકાત લીધી હતી. કોરોનાની પરિસ્થિતિમાં રાજકીય કાર્યક્રમો ઉપર પ્રતિબંધ હોઈ ચૂપચાપ પ્રવાસ ખેડ્યો હતો, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં હાજરી અાપ્યાના હેવાલ છે.

કેન્દ્રમાં ભાજપની મોદી સરકારને સફળતાપૂર્વક 7 વર્ષ પૂરા થયા હોઈ બહુવિધ સેવા કાર્યોથી ચાલતી ઉજવણીમાં યુવા ટીમોનો ઉત્સાહ વધાર્યો હતો. સાૈ પ્રથમ ભુજ સ્થિત જીવન જ્યોત બ્લડ બેંકમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા અાયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી અાપી હતી. ત્યારબાદ ગાયત્રી મંદિર પાસે વૃક્ષારોપણ અભિયાનને પ્રોત્સાહિત કર્યો હતો. જિલ્લા ભાજપ કાર્યાલયમાં સ્વાગત સમારોહમાં પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યાક્ષ હર્ષ પટેલ સહિતનાઅે અાવકાર્યા હતા.

સુખપરમાં પૂર્વ સરપંચ માવજી રાબડીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વાંઢાય ઉમિયા માતાજીના મંદિરે પાટીદાર અાગેવાનો જોડે બેઠક યોજી સમાજની પ્રવૃતિથી વાકેફ થયા હતા. મોટા અંગિયામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નખત્રાણામાં ધારાસભ્ય પાસે ફળ વિતરણ, સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. માંડવીમાં બ્લડ ડોનેશન, રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની મુલાકાત લીધી હતી.

યુવા મોરચામાં 35 વર્ષ વધુ ઉંમરનાને હટાવાશે
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જે યુવાનોની ઉંમર 35 વર્ષથી વધુ થઈ ગઈ છે. અેમને ભાજપ યુવા મોરચામાં સ્થાન ન અાપવા પ્રદેશ કક્ષાઅેથી અાદેશ થયો છે, જેથી કચ્છમાં પણ ટૂંક સમયમાં મોટા પરિવર્તન થવાની શક્યતા છે. અામ, કેટલાૃયને પક્ષના હોદા ઉપરથી ઉતરવાનો વખત અાવવાનો છે.

અન્ય સમાચારો પણ છે...