અાગામી વિધાનસભાની ચૂંટણીના ભાગ રૂપે કચ્છ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી ખુરશીદ સૈયદ અને પંકજ શાહ રવિવારે ભુજમાં અાવવાના છે.કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં અઢી દાયકાથી અન કેન્દ્રમાં સાત વર્ષથી સત્તા ઉપર રહેલા ભાજપે ખેડૂતો, મહિલાઅો, માલધારીઅો અને ગરીબ ઉપરાંત મધ્યમ વર્ગને હાલાકીમાં મૂક્યા છે, જેથી પ્રજામાં પ્રચંડ અાક્રોશ છે. પ્રજાને હાલાકીમાંથી કોંગ્રેસ બહાર લાવશે. ચૂંટણીના ભાગ રૂપે વધુને વધુ સભ્યો નોંધણી અને કાર્યકરો ઉપરાંત અાગેવાનોના વિચારો જાણવા રવિવારે સવારે 10.30 વાગે ભુજ ખાતે વી.ડી. હાઈસ્કૂલ પાસે લોહાણા મહાજન ભવનમાં બેઠકનું અાયોજન કરાયું છે, જેમાં નવનિયુક્ત પ્રભારીઅો માર્ગદર્શન અાપશે. અેવું પ્રવકતા ગની કુંભારે અખબારી યાદીમાં જણાવ્યું હતું.
ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખની વરણી કરાઈ
કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કિશોરદાન જયંતિદાન ગઢવીની વરણી કરી હતી. તેઅો સ્નાતક છે. અનુભવી છે. ખેતી અને અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધુણઈના સરપંચ, માંડવી તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.