કેરોસીનના નવા ભાવ:કચ્છ જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક વેચાણના નવા ભાવો નક્કી કરાયા

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ તાલુકાના મુખ્ય મથકોના નક્કી કરાયેલા ભાવોનું જાહેરનામું બહાર પડાયું

કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપની દ્વારા વધેલા ભાવ, જથ્થાબંધ વેચાણ ભાવ તથા એક લિટરના છૂટક વેચાણ ભાવ તા. 1 નવેમ્બરથી અમલમાં આવતાં તાલુકાના મુખ્ય મથકોને ધ્યાનમાં રાખી નવા ભાવ નક્કી કરાયા હતા.

જિલ્લા કલેક્ટર ડી.કે. પ્રવીણા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ઘરગથ્થું વપરાશ માટેના કેરોસીનના જથ્થાબંધ અને છૂટક ભાવ નક્કી કરાયા હતા. જેના અંતર્ગત ગાંધીધામ તાલુકા માટે એક લિટરના રૂ. 50.68, અંજાર તાલુકા માટે રૂ. 50.76, ભચાઉ તાલુકા માટે રૂ. 50.83, ભુજ તાલુકા માટે રૂ. 51, મુન્‍દ્રા તાલુકા માટે રૂ. 51, રાપર તાલુકા માટે રૂ. 51.09, નખત્રાણા તાલુકા માટે રૂ. 51.21, માંડવી તાલુકા માટે રૂ. 51.22, અબડાસા તાલુકા માટે રૂ. 51.38 અને લખપત તાલુકા માટે રૂ. 51.50ના ભાવો નક્કી કરવામાં આવ્યા હતા.

ઉપરાંત જાહેરનામામાં જણાવાયું હતું કે ઓઇલ કંપનીના જથ્થાબંધ વિક્રેતાઓએ કેરોસીનના છૂટક વિક્રેતાના સ્થળ સુધી કેરોસીનની ડિલીવરી આપવા જાય ત્યારે એક લિટરે દસ પૈસાનો સ્ટેજ ચાર્જ લેવાનો રહેશે. જે વધુમાં વધુ 50 કિ.મી.ની મર્યાદામાં સ્ટેજ ચાર્જ લઇ શકશે અને લીધેલા ચાર્જ ઉપર 5 ટકા જી.એસ.ટી. લગાડીને જથ્‍થાબંધ વિક્રેતાએ બિલ અંકારવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...