તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:કચ્છમાં નવા મતદારો ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિક મોબાઇલ નંબર ધરાવતા 1729 મતદારોઅે અત્યાર સુધી ઇ વોટર કાર્ડ ડાઉનલોડ કર્યું

ચૂંટણી પંચ દ્વારા હવે મતદારોને નવી સુવિધા પણ અપાઇ છે. મતદારો હવે ડિજિટલ મતદાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકે છે. કચ્છમાં પણ અા સુવિધા ચાલુ છે. કચ્છ જિલ્લાના યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઇ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.25/01/21ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ઈ-એપિક (e –EPIC,electronic-Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 દરમિયાન યાદીમાં યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઈ-એપિક ડાઉનલોડ કરી શકશે.

આ ઇલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિજીટલી સાચવી શકાશે. કાર્ડ ડાઉનલોડ કરવા માટે https://nvsp.in , https://voterportal.eci.gov.in , Voter Helpline Mobile app (Android/i0S) એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે. અત્યાર સુધી કચ્છ જિલ્લાના 1729 મતદારો e –EPIC ડાઉનલોડ કર્યા છે. બાકીના યુવા મતદારોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર કચ્છ દ્વારા નમ્ર અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો