તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજુરી:કચ્છ સહિત રાજ્યના 9 જિલ્લામાં નવા વેક્સિન સ્ટોર ઉભા કરાશે

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીનો વિપુલ જથ્થો નિયત તાપમાને જાળવવા જરૂરત જણાઈ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને વહીવટી મંજુરી મળી

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ હેઠળ દરેક જિલ્લા મથકે વિપુલ પ્રમાણમાં વેક્સિનનો જથ્થો રાખવાની આવશ્યકતા ઊભી થઈ છે, જેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે રાજ્યોના 9 જિલ્લામાં વેક્સિન સ્ટોરના બાંધકામની જરૂરિયાત જણાવી હતી, જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. જેને વહીવટી મંજુરી મળી ગઈ છે.

ઠરાવમાં જણાવાયું હતું કે, ધનુર, ઝેરી કમળો, પોલિયો, ક્ષય, ડિપ્થેરિયા, ઊટાટિયુ, હીબ બેક્ટેરિયામાંથી થતાં ન્યૂમોનિયા અને ઓરી, રૂબેલા જેવા ઘાતક રોગો અટકાવવા ગુણવત્તાસભર રસી આપવી જરૂરી છે. વિપુલ પ્રમાણમાં વેક્સિનનો જથ્થો જિલ્લા કક્ષાએ રાખવામાં આવે છે.

રસીના જથ્થાની નિયત તાપમાન મુજબ જાળવણી સુનિશ્ચિત કરવામાં આવે છે. હાલ જેટલા વેક્સિન સ્ટોર કાર્યરત છે તે ભારત સરકાર તરફથી મળતી વેક્સિન સાચવવા માટે અપુરતા છે, જેથી નવા વેક્સિન સ્ટોર બનાવવાની જરૂર જણાય છે. ઝડપભેર રસીકરણની કામગીરી પૂર્ણ થાય તે માટે વાધારાના નવા વેક્સિન સ્ટોર ઉભા કરાશે.

કચ્છ ઉપરાંત આ છે અન્ય જિલ્લાઓ
કચ્છ ઉપરાંત રાજકોટ, ગીર સોમનાથ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, જામનગર, ખેડા, મહીસાગર જિલ્લામાં વેક્સિન સ્ટોર બનાવાશે.

જમીન સંપાદન બાદ વર્ક ઓર્ડર
વિપુલ પ્રમાણમાં વેક્સિન સંગ્રહવા સ્ટોર બનાવવા વિશાળ જમીનની જરૂર પડશે. જે જમીન કેન્દ્ર, રાજ્યના સરકારી ખાતાઓ પાસેથી સંપાદન કરવાની જરૂર પડવાની છે, જેથી એ વિધિ સત્વરે આટોપ્યા બાદ જ વર્ક ઓર્ડર આપવા તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...