કોરોનાના ફરી ધડાકા:શહેરની રેવન્યુ કોલોનીમાં નવો પોઝિટિવ કેસ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના દર્દીને રજા અપાતા એક્ટિવ કેસની સંખ્યા 4 થઈ

આજે દિવાળીનો તહેવાર છે જોકે લોકો ફટાકડા ફોડે એ પહેલા જ કોરોના વાયરસની જીવલેણ બીમારીએ કચ્છમાં ધડાકા કરવાનું શરૂ કરી દીધું છે.જિલ્લામાં તહેવારોના દિવસોમાં સતત પોઝિટિવ કેસો આવી રહ્યા છે ત્યારે હવે ભુજ શહેરમાં નવો પોઝિટિવ કેસ આવ્યો છે.

માહિતીગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભુજ શહેરમાં નવો પોઝિટિવ કેસ રેવન્યુ કોલોનીમાં આવ્યો છે.જ્યુબિલિ સર્કલ પાસે આવેલ રેવન્યુ કોલોનીમાં નવો કેસ આવતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.તહેવારના દિવસોમાં કોરોનાનો કેસ આવતા સ્થાનિક રહેવાસીઓમાં પણ ભય ફેલાઈ ગયો છે.

બુધવારે માત્ર 3161 લોકોએ જ રસી મુકાવી હતી.રસીકરણ માટે તમામ સ્થળોએ સેશન યોજવામાં આવી છે પણ લોકો તહેવારમાં વેકસીન મૂકાવવા માટે આગળ આવતા નથી જેથી બુધવારે માત્ર 3 હજાર લોકોએ જ રસી મુકાવી હતી આજથી જ્યારે જાહેર રજાઓ શરૂ થઈ છે ત્યારે રવિવાર સુધી રસીકરણની કામગીરી બંધ રહેવાની છે..દરમ્યાન માંડવી તાલુકાના કોરોના સંક્રમિત દર્દીને રજા આપવામાં આવી હતી જેથી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 થઈ છે.

તહેવારોમાં જે રીતે કેસો વધી રહ્યા છે, તે જોતા મોટા દિવસો દરમિયાન લોકો નવા વસ્ત્રોની સાથે માસ્ક પણ પહેરીને રાખે તે જરૂરી છે.

સપ્તાહમાં જિલ્લામાં 7 વ્યક્તિને લાગ્યો ચેપ
છેલ્લા 1 સપ્તાહમાં કચ્છ જિલ્લામાં 7 વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે જેમાં ભુજના 5 દર્દી અને માંડવી તાલુકાના 2 દર્દીનો સમાવેશ થાય છે જોકે સારી બાબત એ છે કે,હાલમાં જે કેસો આવી રહ્યા છે તેઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે જેથી એક્ટિવ કેસ ઘટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...