સુવિધા:અંજાર અને દુધઈ ખાતે નવા ઓકિસજન પ્લાન્ટ કાર્યાન્વિત થશે

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજયમંત્રીએ રૂ. દોઢ કરોડની સમગ્ર ગ્રાન્ટ અંજાર વિધાનસભા આરોગ્ય સેવામાં ફાળવતા દર્દીઓને થશે ફાયદો

ગુજરાત સરકારે કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં કોર કમિટિની બેઠકમાં રાજયના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રૂ.25 લાખની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ, દવાખાના માટે અધતન મેડિકલ ઉપકરણ, સાધનો વસાવવા આપી શકશે એવો મહત્વનો નિર્ણય લીધો હતો. જે પૈકી અંજાર વિધાનસભા ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણભાઇ આહિરે પોતાની ધારાસભ્ય તરીકેની વર્ષ 2021-22 ની ગ્રાન્ટ રૂ.1.50 કરોડની પુરેપુરી ગ્રાન્ટની ફાળવણી આરોગ્ય સેવામાં કરી છે.

અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આરોગ્ય વિષયક તબીબી સાધનોની ખરીદી માટે આપેલ છે. જે પૈકી ભુજ તાલુકાના ધાણેટી અને કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રત્યેકને રૂ.10લાખ, ઈકો એમ્બ્યુલન્સ, ઓકિસજન, જમ્બો સિલિન્ડર વીથ ફલોમીટર અને બે નંગ, ઓકિસજન કન્સ્ટ્રેટર માટે ફાળવ્યા છે. જયારે કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂ.5લાખ, 4 ઓકિસજન કન્સ્ટ્રેટર અને 6 નંગ ઓકિસજન જમ્બો સીલીન્ડર વીથ ફલોમીટર માટે ફાળવ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 ના સંક્રમણને અટકાવવા ફાળવવામાં આવેલા આરોગ્ય સાધનોના પગલે આ વિસ્તારમાંથી આરોગ્ય સેવાઓ મળશે એવો આરોગ્ય કર્મીઓએ અભિપ્રાય છે. હવેથી જિલ્લામાં આરોગ્ય વિષયક સગવડો ઘર આંગણે મળી રહેશે. દુધઇ અને અંજાર ખાતે ઓકિસજન પ્લાન્ટ નિર્માણ કરવાથી દર્દીઓને રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...