રજૂઆત:અંજારની નવી સરકારી રેફ. હોસ્પિ.ને દાતાનું નામ આપો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારમાં ભૂકંપ બાદ નવી બનેલી સરકારી રેફરલ હોસ્પિટલને દાતાનું નામ અાપવા લોહાણા સમાજ દ્વારા માંગ ઉઠી રહી છે.

અજારમાં વર્ષ 1958માં લોહાણા સમાજના દાતા પરિવારના આર્થિક સહકારથી જનરલ હોસ્પિટલનું પાકું બાધકામ કરવામાં અાવ્યું હતું, જેનું નામકરણ પણ ગંગાબાઈ પ્રેમજી હરજી હિન્દુ જનરલ હોસ્પિટલથી કરાયું હતું અને તેમના ફોટા સ્મૃતિરૂપે હોસ્પિટલમાં લગાડવામાં અાવ્યા હતા. 2001ના વિનાશક ભૂકંપ બાદ અંજાર સામૂહિક અારોગ્ય કેન્દ્ર અેટલે કે, સરકારી નવી હોસ્પિટલનું નિર્માણ થઈ જતાં, અપગ્રેડ બાદ પણ શરતચૂકથી આરોગ્ય વિભાગ દ્વારા પુનઃ દાતાનું નામ હોસ્પિટલમાં જોડવાનું રહી ગયું છે. અા અંગે કમિશ્નર આરોગ્ય તબીબી વિભાગ-ગુજરાત તેમજ સંબંધિતો સમક્ષ અંજાર લોહાણા મહાજન તેમજ શહેરની વિવિધ જાગૃત સસ્થાઓએ વખતોવખત રજૂઆતો કરી છે. અંજારની સરકારી હોસ્પિટલના નામ સાથે લોહાણા સમાજના દાતાનું નામ પુનઃ જોડવા અંજાર લોહાણા મહાજન પ્રમુખ રાજેશ ઠક્કર, મહામંત્રી મહેન્દ્ર કોટકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અારોગ્યમંત્રી રૂષિકેશ પટેલને લેખિત રજૂઅાત કરી છે.