બેઠક:ખાવડા, મુન્દ્રા અને પલાંસવામાં નવા ઓક્સિન પ્લાન્ટ કાર્યરત કરાશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સર્વેલન્સ, ધનવંતરી રથ, હોસ્પિટલ વ્યવસ્થા મુદ્દે ચર્ચા
  • કચ્છ કલેકટરે સંભવિત ત્રીજી લહેર માટે કોવિડ કોર કમિટીની બેઠક બોલાવી

વૈશ્વિક મહામારી નોવેલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટેની પૂર્વ તૈયારી અને આયોજન માટે કલેકટરે કોવિડ કોર કમિટીની બેઠક યોજી સર્વેલન્સ, ધનવંતરી રથ, હોસ્પિટલ વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી.જિલ્લાના તમામ તાલુકાઓ, હોટ સ્પોટ વિસ્તારો અને ગ્રામ્યસ્તર સુધી જિલ્લાવાસીઓની સ્વાસ્થ્ય સુરક્ષા સબંધી કોવિડ-19 માટેની વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અને આયોજન માટે મળેલી બેઠકમાં કલેકટર પ્રવીણા ડી.કે.અે સઘન સર્વેલન્સમાં કોન્ટેક ટ્રેસીંગ, ઘરોઘર સરવે, ઘનવંતરી રથ સેવા તેમજ 108 એમ્બ્યૂલન્સ સેવા, 104 અને 1100ની કોલ સેવા બાબતે ફોકસ કરવા જણાવ્યું હતું.

ખાવડા, મુન્દ્રા અને પલાંસવા ખાતે નવા ઓકિસજન પ્લાન્ટ કાર્યાન્વિત થશે તે બાબતે ચર્ચા કરાઈ હતી. ભુજ, ભચાઉ, માંડવી, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા, નલિયા, રાપર, અંજાર, ગાંધીધામ તાલુકામાં કોવિડ-19 માટેની તૈયારી અને આયોજન માટે પ્રાંત અધિકારીઓ સાથે હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર, ઓકિસજન પ્લાન્ટ અને ખાનગી સંસ્થા તેમજ ઉધોગો દ્વારા અપાતા સહયોગ બાબતે છણાવટ કરાઇ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઅો વગેરે હાજર રહ્યા હતા.

કોવિડ નિયંત્રણો 15મી સુધી લંબાવાયા : સોમવારથી જિલ્લાની અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કામગીરી
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના ગૃહ મંત્રાલયના તા.7-1ના જાહેરનામા મુજબ નિયંત્રણોની અવધિ તા.15-1 સુધી લંબાવાઇ છે, જે મુજબ તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો, લગ્ન 400 વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે. વધુમાં સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, વાચનાલય, કોચિંગ સેન્ટરોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો અેકત્ર થઇ શકશે. વધુમાં ગુજરાત હાઇકોર્ટના અાદેશ મુજબ તા.10-1, સોમવારથી કચ્છની તમામ અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી વર્ચ્યુઅલ મોડમાં કામગીરી કરાશે.

CMઅે કચ્છ સહિત છ જિલ્લાની સમીક્ષા કરી
કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું કદ હવે વિસ્તરી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કચ્છ સહિત 6 જિલ્લાના કલેક્ટર અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...