અંતરિયાળ વિસ્તારવાળા વિશાળ કચ્છમાં બેઝીક લાઈફ સપોર્ટ જેવી આરોગ્ય એમ્બ્યુલન્સ સેવા પાયાની જરૂરિયાત છે. દર્દીઓને પાયાની સારવાર સમયસર મળી રહે અને તેનો જીવ જોખમાય નહી તેને ધ્યાને લઇને જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રાન્ટોની રકમમાંથી 5.31 કરોડના ખર્ચે નવી 36 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવી છે, જે આવતીકાલે સીએમના હસ્તે લોકસેવામાં સમર્પિત કરવામાં આવશે.
આવતીકાલે 15મી એપ્રિલના હિલગાર્ડન ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 33 અને સામુહિક આરોગ્ય કેન્દ્રને 3 મળી કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ કરશે. વિવિધ ગ્રાન્ટો પૈકી 15માં નાણાપંચની રૂ.3.02 કરોડની 21 , રૂ. 1 કરોડની ડીએમએફ ગ્રાન્ટની 7, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટમાંથી રૂ.85.81 લાખની પાંચ અને અબડાસા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 2 તેમજ માંડવી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1 થઇને કુલ 36 એમ્બ્યુલન્સ રૂ.5.31 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવી છે.
જાણો કયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવાઈ છે એમ્બ્યૂલન્સ | |
અંજાર | ભીમાસર(ચ),ખેડોઈ,ચાંદ્રાણી, મેઘપર બોરીચી |
નખત્રાણા | રવાપર,દેશલપર(ગું),વિથોણ,નિરોણા |
ભચાઉ | મનફરા,આમરડી |
લખપત | બરંદા,ઘડુલી, માતા ના મઢ |
મુન્દ્રા | ભદ્રેશવર,ઝરપરા |
ભુજ | ભીરંડીયારા, કુકમા,કોડકી,દહીંસરા |
રાપર | બાલાસર,આડેસર,ગાગોદર,ચિત્રોડ,ફતેહગઢ |
ગાંધીધામ | મીઠીરોહર, |
અબડાસા | ડુમરા,વાયોર,કોઠારા,મોથાળા,જખૌ |
માંડવી | મોટા લાયજા,નાના આસંબીયા,મોટી ભાડઇ |
આ સ્થળોએ આઇસીયુ એમ્બ્યૂલન્સની સેવા
ત્રણ સામુહિક આરોગ્ય કેન્દ્રને પણ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે,જેમાં છેવાડાના દયાપર અને રાપર સીએચસીને આઇસીયુવાળી એમ્બ્યુલન્સ જ્યારે ભુજ તાલુકાના ભારાપર સીએચસીને સાદી એમ્બ્યુલન્સ ફાળવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.