તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવચેતી:શરીરમા થતી પીડા પ્રત્યેની ઉપેક્ષા ખુબ જ જોખમી બની શકે

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જી.કે.માં ઓપીડી ખાતે દર્દ ચિકિત્સાલયનો પ્રારંભ

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દ ચિકિત્સાલયનું ઉદઘાટન કરતાં હોસ્પિટલના તબીબોએ ટૂંકાગાળાના દર્દો ક્યારેક લાંબાગાળામાં ફેરવાઇ જતાં હોવાથી કોઈપણ દર્દીએ તેની ઉપેક્ષા નહીં કરવાની સલાહ આપી હતી. આ તકે ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણી અને કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે જણાવ્યું હતું કે, છેલ્લા દાયકામાં મેડિકલ સાયન્સે દર્દ અને ઉપચાર સબંધે ખૂબ પ્રગતિ કરી છે. એક જમાનામાં નિરાશાજનક ગણવામાં આવતા દર્દો હવે નિયંત્રિત કરી શકાય છે. મેડિકલ એડમિનીસ્ટ્રેટર ડો. કૃપાલી કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.

દર્દની ચિકિત્સા કરતા ડો. વિજય ગોસ્વામીએ કેટલીક ખોટી ધારણાઓને કારણે લોકો પીડાને નજરઅંદાજ કરતાં હોવાથી ટૂંકા ગાળાના દર્દ લંબાઇ જાય છે. પરંતુ હવે ડો.ની દેખરેખમાં દર્દ નિવારણ શક્ય હોવાથી તેની અનદેખી નહીં કરવા અને નિષ્ણાંતની સારવાર લેવા જણાવ્યુ હતું. ઓપીડીમાં ઘૂંટણ, ખભા, કમર, માથું, કેન્સરનો દૂ;ખાવો, સાઇટીકા, શસ્ત્રક્રિયા પછીનો દૂ;ખાવો તથા પીડારહિત પ્રસૂતિ માટે પણ દર્દ વ્યવસ્થાપનની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. દર અઠવાડિયે મંગળવાર અને શુક્રવારના સવારે 10થી 12 વાગ્યા દરમિયાન સારવાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો