તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુષ્પાંજલિ:માધાપરમાં 75 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત NCC કેડેટ્સ દ્વારા શહીદોને વિરાંગના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCC કેડેટ્સ દ્વારા સ્મારક પરની પ્રતિમાઓની સફાઈ કરવામા આવી

ભુજના માધાપર પ્રવેશદ્વાર પાસે ગામની 300 બહાદુર મહિલાઓને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં એરસ્ટ્રીપ નિર્માણ કાર્યમાં ઉમદા કામગીરી બદલ તેમના સન્માનમાં બનાવવામાં આવેલા વિરાંગના સ્મારક ખાતે 36 GUJ BN NCC, BHUJ, અને NCC કેડેટ્સ દ્વારા દેશના 75માં સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા અમૃત મહોત્સવ હેઠળ દેશના વીર જવાનોએ દેશ કાજે પોતાના પ્રાણ ત્યજી દેનાર શહીદો અને દેશની આઝાદી માટે લડત ચલાવનાર સ્વતંત્રતા સેનાનીઓની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂર્વે એનસીસી કેડેટ્સે આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દ્વારા સફાઈ કાર્ય હાથ ધર્યું હતું અને સ્મારક પરની પ્રતિમાઓની સફાઈ પણ કરી હતી.

36 GUJ BN NCC, BHUJ કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રતિમ કુમાર હેમ્રબોમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો તેમજ ANOલેફ્ટનન્ટ, દીપેશ પીડોરીયા પીઆઇ સ્ટાફ જીસીઆઈ અને 40 કેડેટસે ઇવેન્ટમાં ભાગ લીધો હતો ગામના સરપંચ પ્રેમીલાબેન અજણભાઇ ભુડિયા, ઉપસરપંચ અજણભાઇ દેવજી ભુડિયા, એમ એસ વી હાઇસ્કૂલના દિનેશ ડાકી, માધાપર પંચાયતના હિરેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...