કાર્યક્રમ:ખેડૂતની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ચ્યૂઅલ રાષ્ટ્રીય સંમેલનના સમાપને ભુજમાં યોજાયો કાર્યક્રમ

પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર ભારત વિષયને લઇને યોજાયેલા ત્રિદિવસીય વર્ચ્યૂઅલ રાષ્ટ્રીય સંમેલનના સમાપને ભુજના ટાઉનહોલમાં આયોજિત સમારોહમાં કિસાનોને આવક બમણી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી અમોધ શસ્ત્ર છે તેમ વિધાનસભાના અધ્યક્ષાએ જણાવ્યું હતું

સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી સાથે ખેડૂતોની આવક બમણી કરવા સંકલ્પબધ્ધ છે જેના ભાગરૂપે ત્રિદિવસીય રાષ્ટ્રીય સંમેલન યોજાયું હોવાનું કહેતાં વિધાનસભા અધ્યક્ષાડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે.

પ્રિવાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આણંદ ખાતે પ્રારંભ થયેલા ત્રિદિવસીય ‘નેશનલ કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ’ ના સમાપન સમારોહમાં દેશભરમાં વર્ચ્યુઅલ માધ્મથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા હિમાચલના 2.50 લાખ ખેડૂતોની આવક ત્રણ ગણી થઇ છે તો આંધ્રપ્રદેશમાં 5 લાખ ખેડૂતો સમૃદ્ધ થયા છે તેમ જણાવ્યું હતું.

જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, જીલ્લા પંચાયતપ્રમુખ પારૂલબેન કારા, ઉપપ્રમુખ રણબીર રાજપૂત, પુર્વ રાજયમંત્રી વાસણભાઇ આહિર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કલેકટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્યવર્મા, ભુજ પ્રાંતઅધિકારી અતિરાગ ચપલોત, જીલ્લા ખેતીવાડી અધિકારી દિનેશ મેણાંત, ડો. કે.ઓ.વાધેલા, કલ્પેશ મહેશ્વરી, અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...