તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વ્રારા અંજાર તાલુકાની ચંડિયા, દેવળીયા, કુભારીયા, પાતીયા, સિનોગ્રા, ખંભરા, રાપર (ખો), ભલોટ અને નીગાણ ગ્રામ પંચાયતમાં ચૂટેલા સરપંચ, સભ્યો, ગામની વિવિધ સમિતિના સભ્યો અને આગેવાનો દ્વારા 2020મા દેશમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોડ મેળવેલ કુકમા ગ્રામ પંચાયતનું પેરણા પ્રવાસ કરવામા આવ્યું હતું.
સરપંચ, સભ્યો અને આગેવાનોએ મુલાકાત વેળાએ ગ્રામ પંચાયત ઓફીસમા ઈધારા કેન્દ્ર, રોજબરોજના કામગીરી માટે તૈયાર કરેલા રજીસ્ટરની નિભાવણી જોઈ હતી, બાદમાં કુકમા ગામ દ્રારા શું એવી ખાસ કામગીરી કરી છે જેના લીધે આખા દેશમાં શ્રેષ્ઠ પંચાયતનું એવોડ વિજેતા થઇ તેની માહિતી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ બહેન કંકુબેન વણકર દ્રારા આપવામાં આવી હતી. પ્રવાસમાં જોડાયેલા લોકોને ગામમાં બધું જ કરી શકાય છે જો લોકોનું વિશ્વાસ જીતવામા આવે તેના માટે શેરી સભા, ફળિયા સભા, અલગ અલગ સમાજોના આગેવાનો સાથે મીટીગો, સરકાર સાથે સંકલનથી કામગીરી થાય તે રીતે કુકમા ગામના દરેક કામગીરી કરી છે.
ગામની સરકારી જમીન પર દબાણ ન થાય અને સારા વાતાવરણ માટે વ્રુક્ષોનું વાવેતર કરવામાં આવે, ગામમાં દીકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધારવા માટે ગામની દરેક શેરીઓ દીકરીઓના નામકરણ કરવામાં આવે તેમજ મહિલાઓના આરોગ્યની ચર્ચા અને જરૂરિયાત પર પંચાયત મદદરૂપ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. દીકરીઓ માટે ખાસ કરાટે કલાસ ગ્રામ પંચાયત દ્વારા ચલાવવામાં આવે છે. આમ કુકમા ગામની અનેકવિધ કરેલા કામોની માહિતી દ્વારા પ્રવાસમાં જોડાયેલા લોકો પોતના ગામમાં આવા નવીન પ્રયસો માટે પ્રેરાયા હતા. સંગઠન સંસ્થામાંથી યોગેશ ગરવા, દીનાબેન ધોળું જહમત ઉઠાવી હતી, તેમજ સેતુ સંસ્થા માંથી ભાવેશભાઈ ભટ્ટ જોડાયા હતા.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.