વાવણી માટે પાણી નથી!:કચ્છમાં નર્મદા જળ આધારિત ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે પાણી નહીં મળે

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરદાર સરોવર નર્મદા નિગમે ગાંધીધામના મુખ્ય ઈજનેરને તાકીદ કરી
  • રાજ્યને ગત વર્ષની સરખામણીએ 24 ટકા ઓછું પાણી ફાળવાશે

સરદાર સરોવર નર્મદા નિગમે ગાંધીધામના મુખ્ય ઈજનેરને 2જી માર્ચે પત્ર લખ્યો છે, જેમાં જણાવાયું છે કે, કચ્છમાં નર્મદા આધારિત ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે પાણી નહીં મળે, જેથી સિંચાઈકારો નર્મદા આધારિત ઉનાળુ પાકની વાવણી કરે નહીં.

ગાંધીનગરથી જનરલ મેનેજર બી.કે. ભીંડેએ ઉનાળુ સિઝનમાં સિંચાઈનું પાણી ન આપવા વિષય મથાળા હેઠળ વધુમાં જણાવ્યું છે કે, ચાલુ સિંચાઈ વર્ષ 2021/22માં સરદાર રિઝરવોયર રેગ્યુલેશન કમિટીની બેઠક મળી હતી, જેમાં ચર્ચા થયા મુજબ ગુજરાતને 2021ની 9મી નવેમ્બરથી મહત્તમ 7.74 એમ.એ.એફ. પાણી મળવાની સંભાવના છે. જે ગત વર્ષની સરખામણીઅે 24 ટકા ઘટ દર્શાવે છે.

સક્ષમ કક્ષાએથી મળેલા આદેશો મુજબ ચાલુ સિંચાઈ વર્ષ 2021/22માં રવિ સિંચાઈ પૂર્ણ કરી, આગામી ઉનાળામાં નહેર દ્વારા સિંચાઈ માટે અને સિંચાઈ માટે તળાવો ભરવા માટે નહેરમાં પાણી છોડી શકાય એમ નથી. એવી જાહેરાત કરવા કે જેથી સિંચાઈકારો નર્મદા આધારિત ઉનાળુ પાકની વાવણી કરે નહીં.

અન્ય સમાચારો પણ છે...